ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર સંગીત સિવાનનું નિધન, બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે

મુંબઇ,બોલિવૂડને ગણી સુપરહિટ ફિલ્મ આપી ચૂકેલા ડાયરેક્ટર સંગીત સિવાનનું નિધન થઇ ગયું છે. સંગીત સિવાનના નિધન પર બોલિવૂડના સ્ટાર્સે શોક પ્રગટ કર્યો છે. સંગીત સિવનની ઉમર માત્ર ૬૫ વર્ષ જ હતી. હજુ સુધી તેમના મૃત્યુનું કારણ સામે આવ્યું નથી.

ડાયરેક્ટર સિવાનના નિધન પર બોલિવૂડ સહિત ફિલ્મી સિતારાઓ એમને શ્રદ્ધાંજલિ અર્પી છે. સંગીત સિવાને બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ‘ક્યાં કૂલ હે હમ’ અને અપના સપના મની મની’ જેવી કોમેડી ફિલ્મો પર સિવાને બનાવી હતી. હવે સિવાનના નિધનથી સમગ્ર ફિલ્મ જગત શોક છવાઈ ગયો છે. બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે એમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

રિતેશ દેશમુખે પોતાના સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી એક ભાવુક નોટ લખી છે. જેમાં રિતેશે લખ્યું છે, ‘સંગીત સિવાન સર હવે નથી રહ્યા, આ ખબરે અંદર સુધી દુ:ખી કરી દીધો છે.

એક નવા એક્ટર હોવાથી દરેક ઈચ્છે છે કે એમના પર વિશ્ર્વાસ કરવામાં આવે અને એમને કામ કરવાની તક આપવામાં આવે. મને ક્યાં કૂલ હે હમ અને અપના સપના મની મનીના દિવસો આજે પણ યાદ છે, ખુબ સારા વ્યક્તિ, નરમ લહજા અને શાનદાર વ્યક્તિત્વ. આ નિધનની ખબરે અંદર સુધી હલાવી નાખ્યો છે.’

સંગીત સિવાન દક્ષિણ સિનેમાના દિગ્ગજ દિગ્દર્શક હતા. મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર સંગીત સિવાને બોલિવૂડને હિટ ફિલ્મો પણ આપી છે. સંગીતે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૦માં કરી હતી. સંગીતે વ્યૂહમ ફિલ્મ્સ દ્વારા તેની સફર શરૂ કરી અને ડઝનેક ફિલ્મો બનાવી. સાઉથ સિનેમાની સાથે સિવને બોલિવૂડમાં પણ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. સિવાનના નિધન પર બોલિવૂડ અને સાઉથ સિનેમામાં શોકની લહેર છે.