મુંબઇ,ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૩ સમાપ્ત થઈ ગયો છે. આ એવોર્ડ ફંક્શનમાં રાજકુમાર રાવને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ શોને સલમાન ખાને હોસ્ટ કર્યો હતો જ્યારે તેની સાથે આયુષ્માન ખુરાના અને મનીષ પોલ સહ-હોસ્ટ હતા. ’ગંગુબાઈ કાઠિયાવાડી’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. સંજય લીલા ભણસાલીને આ ફિલ્મ માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે.
આ વર્ષના ફિલ્મફેર એવોર્ડ્સમાં આલિયા ભટ્ટની ’ગંગુબાઈ કાઠિયાવાડી’ અને રાજકુમાર રાવની ’બધાઈ દો’નો દબદબો હતો. આ ફિલ્મોને અનેક કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. રણબીર કપૂરની ફિલ્મ ’બ્રહ્મા’ પણ પાછળ નથી.અરિજિત સિંહને તેના ગીત ’કેસરિયા’ માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે દિગ્દર્શક અયાન મુખર્જીની ફિલ્મને VFX માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.રાજકુમાર રાવને ફિલ્મ ’બધાઈ દો’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે.આ શોને સલમાન ખાન હોસ્ટ કર્યો હતો જ્હાન્વી કપૂર પર્પલ લોય ગાઉનમાં એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી રેખા આ ઈવેન્ટમાં ચમકદાર ઓફ-વ્હાઈટ સાડીમાં પહોંચી હતી, આ એવોર્ડ શોમાં અનિલ કપૂર ઓલ-વ્હાઈટ સૂટમાં પહોંચ્યો હતો.
આ રહ્યું પુરસ્કાર વિજેતાઓઓનું લિસ્ટ
બેસ્ટ ફિલ્મ: ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ ફિલ્મ વિવેચક – બધાઈ દો
બેસ્ટ એક્ટર મેલ – રાજકુમાર રાવ (બધાઈ દો)
બેસ્ટ એક્ટ્રેસ ફિમેલ – આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી)
બેસ્ટ એક્ટર ક્રિટીક્સ – સંજય મિશ્રા (વધ)
બેસ્ટ એક્ટ્રેસ ક્રિટીક્સ – ભૂમિ પેડનેકર (બધાઈ દો) અને તબુ (ભૂલ ભુલૈયા ૨)
બેસ્ટ ડિરેક્ટર – સંજય લીલા ભણસાલી (ગંગુબાઈ કાઠિયાવાડી)
બેસ્ટ એક્ટર સપોટગ રોલ મેલ – અનિલ કપૂર (જુગ જુગ જિયો)
બેસ્ટ એક્ટર સપોટગ રોલ ફિમેલ – શીબા ચડ્ડા (બધાઈ દો)
બેસ્ટ મ્યુઝિક આલ્બમ – પ્રીતમ (બ્રહ્મા)
બેસ્ટ ડેબ્યુ મેલ – અંકુશ ગેડમ (ઝુંડ)
બેસ્ટ ડેબ્યુ ફીમેલ – એન્ડ્રીયા કેવિચુસા (અનેક)
જુઓ એવોર્ડ શોની તસવીરો.
વિશ્ર્વદીપ દીપક ચેટરજીને ’બ્રહ્મા’ ફિલ્મ માટે શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો,પરવેઝ શેખને ફિલ્મ ’વિક્રમ વેધા’ માટે બેસ્ટ એક્શન કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો.
ફિલ્મફેર એવોર્ડની શરૂઆત ૧૯૫૪માં થઈ હતી. આ એવોર્ડ સમારોહનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. પ્રથમ વખત ફિલ્મ ’દો બીઘા જમીન’ને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીના રેકોર્ડ પર નજર કરીએ તો રણવીર સિંહની ફિલ્મ ’ગલી બોય’ને સૌથી વધુ ૧૩ ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. તે જ સમયે, આમિર ખાનની ફિલ્મ ’રંગ દે બંસતી’ને સૌથી વધુ નોમિનેશન (૧૯ નોમિનેશન) મળ્યા હતા. લેખક અને દિગ્દર્શક ગુલઝારને સૌથી વધુ (૨૧ વખત) એવોર્ડ મળ્યા છે.