મુંબઇ,
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ક્તારમાં ૨૦ નવેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ૩૨ ટીમો ભાગ લેશે અને ૬૪ મેચો રમાશે. લીગમાં સારું પ્રદર્શન કરનારી ૧૬ ટીમો આગળના તબક્કામાં જશે, જે ૩ થી ૭ ડિસેમ્બર સુધી ચાલશે. આ વખતે વર્લ્ડ કપમાં, કોવિડ ૧૯ને યાનમાં રાખીને, ત્રણ નવા નિયમો બનાવવામાં આવ્યા છે.ફિફા મેનેજમેન્ટે આ નિયમો સાથે રમતને વધુ સારી બનાવવાનો પ્રયાસ કર્યો છે. નવા નિયમો પણ આ વખતે જોવા મળશે.
સેમીઓટોમેટેડ ઓફસાઈડ ટેક્નોલોજી વર્લ્ડ કપમાં પ્રથમ વખત સેમી ઓટોમેટેડ ઓફસાઈડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સેમીઓટોમેટેડ ઓફસાઈડ ટેક્નોલોજી એ વિશ્ર્વભરમાં લાગુ કરવામાં આવેલ ફટ્ઠઇ સિસ્ટમનું વિકસિત સંસ્કરણ છે. આ નવી ટેકનોલોજી ઓછા સમયમાં વધુ સચોટ નિર્ણય લેવામાં મદદ કરશે.
ટીમ ૫ ખેલાડીઓ બદલી શકશે કોરોના મહામારીના ખતરાને જોતા દરેક ટીમને ૩ની જગ્યાએ ૫ ખેલાડીઓ બદલવાની મંજૂરી આપવામાં આપી છે.ટીમમાં ૨૬ ખેલાડીઓ હશે: ટીમમાં બેન્ચ સ્ટ્રેન્થ પણ વધારવામાં આવી છે.હવે દરેક ટીમમાં ૨૩ને બદલે ૨૬ ખેલાડીઓ હશે.
મહિલા રેફરી ફિફા મેન્સ વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા રેફરી મેચનું સંચાલન કરશે. ટુર્નામેન્ટ માટે કુલ ૩૬ રેફરીની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી ત્રણ મહિલા છે. યામાશિતા યોશિમી, સલીમા મુકાનસાંગા અને સ્ટેફની ફ્રેપાર્ટે ક્તારમાં રેફરી તરીકે સેવા આપશે.