ફીફા વર્લ્ડકપમાં સ્પેનને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં મોરક્કો

કતાર,

મોરક્કોએ ફીફા વિશ્વકપ ૨૦૨૨ના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. એજુકેશન સ્ટેડિયમમાં રમાયેલા પ્રી-ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં મોરક્કોએ સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૦થી પરાજય આપ્યો છે. બંને ટીમો નિર્ધારિત અને એક્સ્ટ્રા ટાઇમ સુધી ૦-૦ની બરોબરી પર હતી ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો હતો. મોરક્કોની જીતનો હીરો ચોક્કસપણે ગોલકીપર યાસિન બોનો રહ્યો જેણે સ્પેનને શૂટઆઉટમાં એકપણ ગોલ કરવા દીધો નહીં અને ત્રણ સેવ કર્યાં હતા.

શું થયું શૂટઆઉટમાં

અબ્દેલહમિદ સબિરી (મોરક્કો)- ગોલ

પાબ્લો સરાબિયા (સ્પેન)- પેનલ્ટી મિસ

હકીમ જિએચ (મોરક્કો)- ગોલ

કાર્લોસ સોલર (સ્પેન) પેનલ્ટી મિસ

બીં બેનોન (મોરક્કો) પેનલ્ટી મીસ

સજયો બુસ્કેટ્સ (સ્પેન) પેનલ્ટી મિસ

અશરફ હકીમી (મોરક્કો)- ગોલ

મોરક્કોની સામે સ્પેન ફેલ

પ્રથમ હાફમાં બંને ટીમ વચ્ચે ખુબ રોમાંચક મુકાબલો રહ્યો. મોરક્કોએ પ્રથમ હાફમાં ત્રણ અટેમ્પ્ટ કર્યાં પરંતુ માત્ર એક શોટ ટાર્ગેટ પર રહ્યો હતો. તો સ્પેનને માત્ર એક પ્રયાસ કર્યો અને તે ઓફ ટાર્ગેટ રહ્યો હતો. ૧૯૯૬ બાદ વિશ્વકપની મેચના પ્રથમ હાફમાં સ્પેનિશ ટીમના આ સૌથી ઓછા પ્રયાસ રહ્યાં હતા. પરંતુ બોલ પઝેશન મામલામાં સ્પેનિશ ટીમ મોરક્કોથી આગળ રહી અને તેણે લગભગ ૭૦ ટકા સમય બોલ પોતાની પાસે રાખ્યો હતો. સ્પેનિશ ટીમ નાના-નાના પાસ કરવામાં માહેર છે, તેવામાં તે આ મામલામાં મોરક્કો પર ભારે પડી હતી.

બીજા હાફમાં બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. અહીં સ્પેન પાસે ગોલ કરવાની કેટલીક તક બની હતી. ઉદાહરણ માટે નિર્ધારિત સમયની થોડી મિનિટ પહેલા ફ્રી-કિક પર સ્પેન ગોલ કરવાની નજીક પહોંચી ગયું હતું પરંતુ વિપક્ષી ટીમના ગોલકીપરે શાનદાર બચાવ કર્યો હતો. ત્યારબાદ મેચ એક્સ્ટ્રા ટાઇમમાં પહોંચી જ્યાં બંને ટીમ ગોલ કરી શકી નહીં.