
કતાર,
ક્તારમાં શાનદાર ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થયો છે. પ્રથમ મેચમાં એક્વાડોર પણ યજમાન ક્તારને ૨-૦થી હરાવ્યું હતું. પરંતુ આ મેચ કરતાં ઈસ્લામિક સ્પીકર ઝાકિર નાઈકની વધુ ચર્ચા થઈ રહી છે. ક્તારે વિવાદાસ્પદ ભારતીય ઈસ્લામિક વક્તા ઝાકિર નાઈકને ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨માં ધામક ઉપદેશ આપવા આમંત્રણ આપ્યું છે. તે ભારતમાં પ્રતિબંધિત છે અને ૨૦૧૭ થી ભાગેડુ છે.
ક્તાર રાજ્ય સ્પોર્ટ્સ ચેનલ અલ્કાસના પ્રસ્તુતર્ક્તા ફૈઝલ અલ્હાજરીએ ટ્વીટ કર્યું કે શેખ ઝાકિર નાઈક વર્લ્ડ કપ દરમિયાન ક્તારમાં હાજર છે અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અનેક ધાર્મિક પ્રવચનો આપશે. ફિલ્મ નિર્માતા, પત્રકાર ઝૈન ખાને પણ આમંત્રિત મહાનુભાવ તરીકે નાઈકની હાજરીની પુષ્ટિ કરી. તેમણે ટ્વિટ કર્યું કે આપણા સમયના સૌથી લોકપ્રિય ઈસ્લામિક વિદ્વાનોમાંના એક ડૉ. ઝાકિર નાઈક ફિફા વર્લ્ડ કપ માટે ક્તાર પહોંચી ગયા છે.
ભારતે ૨૦૧૬ના અંતમાં નાઈકના ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના પર વિવિધ ધામક સમુદાયો અને જૂથો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુર્ભાવનાની લાગણીઓને પ્રોત્સાહન આપવા માટે ધામક જૂથના અનુયાયીઓને પ્રોત્સાહિત કરવાનો અને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયે આઇઆરએફને ગેરકાનૂની સંગઠન જાહેર કર્યું અને તેના પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો.