અમદાવાદ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં અમદાવાદના રિક્ષાચાલક પિતાના પુત્રએ ૧૨ કોમર્સમાં ૯૨ ટકા મેળવ્યા છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવા છતાં પિતાએ પુત્રને ભણાવ્યો હતો. પુત્રએ પણ મહેનત કરી ૯૨ ટકા મેળવી પિતાનું નામ રોશન કર્યું છે. હવે પુત્ર CA બનીને પિતાને બહાર સારી જિંદગી આપવા ઈચ્છે છે.
મિતાશુએ જણાવ્યું હતું કે હું રોજ ૫ કલાક વાંચતો હતો.પિતા રિક્ષા ચલાવે છે એટલે ઘરની સ્થિતિ એટલી સારી નથી. ફી ભરવાની હોય ત્યારે પણ પૈસાની તંગી વર્તાતી હતી. મારા પપ્પાએ ક્યારેય ભણવા માટે કચાસ રાખી નથી. હું ડગમગી જતો હતો, પરંતુ મારા પપ્પા ક્યારેય ન ડગ્યા અને મને ભણાવ્યો. હવે હું સીએ કરીને મમ્મી પપ્પાને આ સ્થિતિમાંથી બહાર કાઢી તેમને નથી જોયું તે બતાવીશ.
અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે કોરોના બાદ સ્થિતિ ખરાબ થઈ છે.આર્થિક તકલીફ થાય છે પરંતુ દીકરાને ભણાવવો છે, તો મહેનત કરું છું.મારી પત્ની પણ નાનું મોટું કામ કરે છે.હવે દીકરાને સીએ કરાવવું છે તે પણ વધુ મહેનત કરવી પડે તો મહેનત કરીને કરાવીશું.
અલ્પેશ કાયસ્થ રાયપુર રહે છે અને રિક્ષા ચલાવે છે.અલ્પેશભાઈનો દીકરો મિતાશું ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતો હતો.મિતાશુંએ ૧૨ કોમર્સમાં ૯૨ ટકા મેળવ્યા છે. રોજ ૫ કલાક જેટલું વાંચન કરતો હતો. પરિવારની પરિસ્થિતિ સારી ના હોવા છતાં મિતાશું રોજ મહેનત કરતો હતો. ફી ભરવાની હોય ત્યારે પણ મુશ્કેલી થતી હતી. હવે મહેનત કરીને દીકરાને CA કરાવવા મહેનત કરશે.