ફતેપુરામાં સ્મશાન ગૃહ બનાવવાની કામગીરી આખરે શરૂ કરાઈ

ફતેપુરા, ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે વર્ષોથી સ્મશાન ગૃહનો અભાવ જોવા મળતો હતો. સ્મશાન ગૃહ ન હોવાથી લોકોને પોતાના નજીકના મૃતકની અંતયેષ્ઠી ખુલ્લા વાતાવરણમાં કરવી પડતી હતી. ફતેપુરાની વલય નદી પર સુવિધાજનક સ્મશાનગૃહ ન હોવાથી લોકોને કાદવ-કિચડમાંથી પસાર થઈ નનામી લઈ જઈને અંતયેષ્ઠી કરવાની ફરજ પડતી હતી. વલય નદી પર સ્મશાન ગૃહ બનાવવા માટે અવાર નવાર લોકો દ્વારા રજુઆત કરવામાં આવતી હતી. રજુઆતના પગલે સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા 20 લાખની રકમ ફળવાતા સ્મશાનગૃહની કામગીરી કરાઈ હતી. સંપુર્ણ સુવિધા ન હોવાથી ગ્રામજનો દ્વારા સુવિધાજનક સ્મશાન ગૃહ બનાવવા માટે પુન: કામગીરી શરૂ કરાતા સંપુર્ણ સુવિધા યુકત સ્મશાન ગૃહ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલતા લોકોમાં ખુશી વ્યાપી છે.