ધડા કન્સ્ટ્રકશન અને બિલ્ડીંગ મેટીરીઅલ્સ અને આયશા બોરવેલ જનરલ સપ્લાયરના માલિક ફિરદોષ અબ્દુલ રહીમ ધડા જે નાણાં ઉપાડવાના ૭% લખે કમિશનની ભાગીદારી કરી હતી.
ફતેપુરા તાલુકા પંચાયત માંથી ૧ તારીખ પહેલા ચેક ની ચોરી થઈ હતી અને જે ચેક ફતેપુરા ના અફવા મ.ક.સ.મંડળી.લી ના એકાઉન્ટ મા રાજેશ ભેમા લબાના એ જમા કરાવ્યા હતા અને જે રૂપિયા પણ તે એકાઉન્ટ માંથી ૬૫૧૫૫૪૭/- રૂપિયા ઉપાડી લેવા મા આવ્યા હતા જેને જાણ તાલુકા વિકાસ અધિકારી ને થતા જગતસિંગ ઠાકોર દ્વારા જેની ફરિયાદ ફતેપુરા પોલીસ સ્ટેશન મથકે નોંધાવી હતી અને ત્યાર બાદ પોલીસે તપાસ નો ધામધમાટ શરુ કર્યો હતો ત્યારે ગત રોજે પોલીસ આરોપી ઓ દ્વારા ઉપાડવા મા આવેલા નાણાં ની રિકવરી કરી લેવા મા આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ પોલીસે ચાર આરોપીને ની ધરપકડ કરી લેવામાં આવ્યા છે જેમાં બે આરોપી કે પુષ્પપેન્દ્ર અરવિંદ લબાના કે આશી.ટેક્નિસીશિયન તરીકે બીજો આરોપીને પ્રતીક પ્રવીણ કલાલ કે તા.પં મા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે આઉટસોર્સ કર્મચારી તરીકે તાલુકા પંચાયત મા ફરજ બજાવતા હતા જેમા પ્રતીક કલાલે તાલુકા પંચાયત ની હિસાબનીશ શાખા માંથી પી.એલ.એ.ટુ ટી.ડી.ઓના એકાઉન્ટ ની ચેક બુક માંથી ચેકની ચોરી કરી હતી તેમજ પુષ્પન્દ્ર લબાના દ્વારા હિસાબનીશ ના સિક્કા મારી હિસાબનીશ અને તાલુકા વિકસા અધિકારીની ડુપ્લીકેટ સહી કરી હતી અને જે ચેક રાજેશ લબાના મ.ક.સ.મંડળી.લી ના સંચાલકને આપ્યો હતો જેમાં રાજેશ લબાના એ મ.ક.સ.મંડળી.લી ના નામે ચેક રૂપિયા.૬૫૧૫૫૪૭/- ભરીને પી.એલ.એ.ટુ ટી.ડી.ઓના એકાઉન્ટમાંથી મ.ક.સ.મંડળી.લી ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામા આવ્યા હતા. ત્યાર બાદ રાજેશ લબાના નાણાં ઉપાડવા માટે ઝાલોદ ખાતે આવેલ ધડા કન્સ્ટ્રકશન અને બિલ્ડીંગ મેટીરીઅલ્સના એકાઉન્ટમા અને આયશા બોરવેલ અને જનરલ સપ્લાયરના એકાઉન્ટમા નાખી ઉપાડી લેવામા આવ્યા હતા જેમાં ધડા કન્સ્ટ્રકશન અને બિલ્ડીંગ મેટીરીઅલ્સ અને અને આયશા બોરવેલ અને જનરલ સપ્લાયરના માલિક ફિરદોષ અબ્દુલ રહીમ ધડા જે નાણાં ઉપાડવાના ૭% લખે કમિશનની ભાગીદારી કરી હતી.
આમ હાલ પોલીસે આ ચારેય આરોપીને ની ધરપકડ કરી લેવામાં આવી છે અમે આ ચારેય આરોપી પાસેથી નાણાંની રિકવરી કરવામાં આવી છે જેમાં આરોપી રાજેશ લબાના પાસેથી ૧૫ લાખ ૨૦ હાજર રૂપિયા, પ્રતીક કલાલ પાસેથી ૨૨ લાખ ૮૭ રૂપિયા, પુષ્પન્દ્ર લબાના પાસેથી ૨૨ લાખ ૮૮ રૂપિયા તેમજ ફિરદોષ અબ્દુલ રહીમ ધડા પાસેથી ૪ લાખ ૨૦ હાજર રૂપિયા એમ કુલ ૬૫૧૫૫૫૭/- રૂપિયાની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.હાલ પોલીસ આ ચારેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તાપસ હાથ ધારી છે અને બીજા અન્ય કોઈ રાજકીય કે તાલુકા પંચાયતના કર્મચારીની સંડોવણી છે કે કેમ તે હાલ પોલીસ દ્વારા તાપસ હાથ ધરવામાં આવી રહી છે.