- દરેક ગામ માથી સુજ્ઞ મતદારો,વડિલો, મહિલાઓ દ્વારા પ્રાપ્ત થતાં વિજયના આશિર્વાદ.
- સભામાં સ્વયંભૂ લોકો એ ઉમટી ફતેપુરા વિધાનસભાના વિકાસ ને વેગવંતો બનાવવાની નેમ સાથે સમથેન આપ્યું.
ફતેપુરા,
129- ફતેપુરા વિધાનસભા બેઠક ભાજપના શિક્ષિત અને સોબર ઉમેદવાર રમેશભાઈ કટારા સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને તેમના વિશાળ સમર્થકો દ્વારા ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ આરંભ્યો છે. જે ચુંટણી પ્રવાસ દરમિયાન ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના લોકો તરફથી તેઓને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રમેશભાઈ કટારા સહિતની ટીમ દ્વારા ગામે ગામ પ્રવાસ ખેડ્યો હતો. આ ચુંટણી પ્રવાસ દરમિયાન ઠેર ઠેર સુજ્ઞ મતદારો સહિત ગામના આગેવાનો, મહિલાઓ દ્વારા આદર સત્કાર સાથે આવકારી તેઓને વિજયના આશિર્વાદ પાઠવ્યા હતા.
ભાજપના ઉમેદવાર રમેશભાઈ કટારા એ આવકાર બદલ સૌનો આભાર પ્રગટ કરી આગામી તા.5 મી ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં બહોળી સંખ્યામાં મતદાન કરી ભાજપની વિકાસ યાત્રામાં સહભાગી બનવા ફરી થી ફતેપુરા વિધાનસભાનું કમળ જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી. ચુંટણી પ્રવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા અને ગ્રામજનો દ્વારા વિજયના આશીર્વાદ પાઠવ્યા હતા.