ફતેપુરા,
દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લાની 129 ફતેપુરા બેઠક પર થી ચુંટણી લડી રહેલાં ભાજપનાં સક્ષમ ઉમેદવાર રમેશભાઈ કટારાને જંગી લીડ થી જીતાડવા ફતેપુરા મતવિસ્તારના લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
ફતેપુરા વિધાનસભા બેઠકના ઉમેદવાર રમેશભાઈ કટારા દ્વારા ફતેપુરા અને સંજેલી તાલુકાના ગામોના પ્રવાસ ખેડી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફતેપુરા વિધાનસભા બેઠકમાં ફરી થી બનનારી ભાજપની સરકારમાં સહભાગી બનવા માટે જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કર્યું હતું.
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ફતેપુરા વિધાનસભામાં ફરીથી રમેશભાઈ કટારાને ઉમેદવાર જાહેર કરતા વિધાનસભા વિસ્તારના લોકોમાં પ્રજામાં આનંદ ઉમંગ જોવા મળી રહ્યો છે.
ચુંટણી પ્રવાસ દરમિયાન ઠેર ઠેર તેઓનું ગ્રામજનો સહિતના આગેવાનો કાયેકરો અને સુજ્ઞ મતદારો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરી તેઓના સમથેનમાં મતદાન કરી ભવ્ય વિજય અપાવવા હૈયાધારણા આપી રહ્યા છે. ફતેપુરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ કટારાના ચુંટણી પ્રવાસ દરમિયાન દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર સાંસદ જશવંતસિંહ ભાભોર, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર, વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જ બાબુભાઈ આમલીયાર, આગેવાન ચુનીલાલ ચરપોટ ચતુરભાઈ પાંડોર વિધાનસભાની 9 જિલ્લા પંચાયતના સભ્યો કાર્યકર્તાઓ તાલુકા મંડળના હોદ્દેદારો ચૂંટણી પ્રચારની કામગીરીમાં જોતરાઈ ગયા છે ફતેપુરા અને સંજેલી તાલુકાની મહિલા મોરચાની બહેનો દ્વારા પણ પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે અને ઠેર ઠેર જન સમર્થન મળી રહ્યું છે. દાહોદ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર તાલુકાના પ્રમુખ દીપ્તાશુ આમલીયાર મહામંત્રી બકુલભાઈ કટારા આગેવાન યુવરાજ કટારા ની ટીમ દ્વારા પણ ગામેગામ પ્રચાર પ્રસાર શરૂ કરાયો છે યુવા મોરચાની ટીમ પણ કામે લાગી ગઈ છે. ફતેપુરા અને સંજેલી તાલુકાના તમામ ગામોમાં ઠેર ઠેર ભાજપના ઉમેદવાર રમેશભાઈ કટારાને સમર્થન મળી રહ્યું છે. રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે કમળનું ફૂલ પર લક્ષ્મી માતા બિરાજમાન છે જેઓને આપણે પૂજા કરીએ છીએ તે કમળનું ફૂલ ફરીથી આપણે જીતાડીને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આપવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે વર્ષો જૂનો રામમંદિર નો પ્રશ્ન હલ કરી દીધો છે ભવ્ય રામમંદિર બની રહ્યું છે 370 ની કલમ રદ કરી દીધી છે તેમજ પાવાગઢ ખાતે મહાકાળી મંદિરમાં 600 વર્ષ બાદ શિખર ઉપર આજે ધજા લહેરાઈ રહી છે જે આપણા માટે ગૌરવની વાત છે જેથી આપણે બધા ભેગા મળીને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ તે સૂત્રને સાર્થક કરીએ. ભારત માતાકી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.