દાહોદ જીલ્લાના ફતેપુરામાં વાત્સલ્ય સ્કુલ ઓફ નોલેજ ખાતે શાળા પંચાયત માટે જી.એસ. અને એલ.આર માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. શાળામાં પ્રથમવાર આધુનિક ઇવીએમ દ્વારા વોટ આપવામાં આવતા વિદ્યાર્થીમાં ખુશી જોવા મળી હતી. જોકે, શાળાના વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ઈવીએમ વોટિંગથી પેપરની બચત થાય છે અને પર્યાવરણની જાળવણી પણ થાય છે. ફતેપુરા વાત્સલ્ય સ્કૂલમાં શાળા પંચાયતની ચૂંટણીમાં શાળાના વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું હતું. જેમાં જી.એસ. માટે બે નામ વળવાઈ વંદના કે. અને ગરાસીયા સંદીપ અને એલ.આર. માટે બે નામ પારગી ભૂમિકા એન. અને પરમાર ક્રિષ્ના વી. મળી કુલ ચાર વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી.
વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજની શાળા પંચાયતની ચૂંટણી માં વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણી અધિકારી, પોલિંગ ઓફિસર, પ્રિ સાઈડિંગ ઓફીસર, પોલીસ ઓફિસર બની ફરજ બજાવી ચૂંટણીલક્ષી કાર્યો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ફતેપુરા મામલતદાર એન.એસ.વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ચૂંટણીનું મહત્વ સમઝાવ્યું હતું અને શિક્ષકોના આ આધુનિક પ્રયાસને બિરદાવ્યા .હતા.
અંતે શિક્ષકો દ્વારા ચૂંટણી પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જી.એસ. ના ઉમેદવાર વળવાઈ વંદના કે. ને 193 મત, ગરાસીયા સંદીપને 124 મત, અને નોટા માં કુલ 8 મત મળ્યા હતા જેમાં શાળા પંચાયતના જી.એસ. તરીકે વળવાઈ વંદના ને સૌથી વધુ મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા અને એલ.આર. ના ઉમેદવાર પારગી ભૂમિ ને 66 મત, પરમાર ક્રિષ્ના ને 42 મત મળ્યા હતા જેમાં પારગી ભૂમિ ને સૌથી વધુ મત મળતા તેઓ શાળા પંચાયત ના એલ.આર. તરીકે વિજેતા જાહેર થયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન વાત્સલ્ય સ્કૂલના આચાર્ય અને શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.