
- રીંગસથી ભક્તો 20 કી.મી પદયાત્રા કરી પહોંચશે.
ફતેપુરા,ફતેપુરા નગર માંથી શ્યામ ભક્તો દર વર્ષે રાજસ્થાનના ખાટું શ્યામ ધામમાં દર્શન અર્થે જાય છે જેમાં હાલમાં ફાગણ મેળામાં ભગવાન ઘાટું શ્યામના દર્શન માટે 25 જેટલા ભક્તો ગયા છે. જેઓ રીંગસથી 20 સળ જેટલી પદયાત્રા કરી અને ભગવાનના દર્શન કરશે.
ફતેપુરા તાલુકામાં હોળીનો તહેવાર એટલે કે ફાગણોત્સવનું કાર્યક્રમ ધૂમધામથી ઉજવવામાં આવે છે. જેમાં ફતેપુરા નગરના 25 જેટલા શ્યામ પ્રેમીઓ રાજસ્થાનના ખાટું શ્યામ ખાતે ફાગણ મેળામાં ભાગ લેવા માટે જવા રવાના થયા હતા. આ ભક્તો રિંગસથી 20 કી.મી ખાટુ શ્યામ સુધી પદયાત્રા કરશે અને ભગવાન ખાટુ શ્યામના દર્શનનો લ્હાવો લેશે.