ફતેપુરા થી બાંસવાડા બસ જતી ન હોવાથી મુસાફરો કંટ્રોલ રૂમને જાણ કરતાં સંતરામપુર ડેપો મેનેજરે તપાસ હાથ ધરી

દાહોદ,દાહોદ જિલ્લાના ફતેપુરા થી બાંસવાડા જતી બસ બાંસવાડા જતીજ ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે બસમાં બેઠેલા મુસાફરોએ આ મામલે કંટ્રોલરૂમને જાણ કરવામાં આવતાં સમગ્ર મામલો સામે આવ્યો છે અને મામલે સંતરામપુર ડેપો મેનેજરે તપાસ પણ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

એસ.ટી. વિભાગ મુસાફરોના હિતમાં કામ કરે છે અને તેમાંય મુસાફરોને અવર જવરમાં કોઈ અગવડતા ન પડે તે માટે સતત અડીખમ અને સતત ચોવીસે કલાક બસો ગુજરાતમાં દોડાવવમાં આવે છે. આ ઉપરાંત ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ મુસાફરોની અવર જવર હોઈ મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી ગુજરાત એસ.ટી. બસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય બહાર પણ બસો દોડાવવામાં આવે છે, તેમાંય ખાસ કરીને દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યના સરહદી વિસ્તારોમાં ગુજરાતની એસ.ટી. વિભાગ દ્વારા આવા સરહદી વિસ્તારના લોકોના અવર જવર માટે એસ.ટી. બસનો દોડાવવામાં આવે છે. ત્યારે એવો એક મામલો સામે આવ્યો છે, જેમાં એસ.ટી. વિભાગે તપાસ હાથ ધરી છે. સમાચાર મળી રહ્યાં છે. દાહોદ જિલ્લાના ફતેપુરા થી ફતેપુરાથી બાંસવાડા જતી બસ બાંસવાડા જતી જ ન હોવાનું સામે આવ્યું છે. જેમાં સમગ્ર મામલો કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતાં આ મામલો સામે આવ્યો છે. દરરોજ સવારે 09.00 કલાકે સંતરામપુર થી બાંસવાડા જતી બસ સંતરામપુર ડેપો ઉપરથી છે અને 10.00 કલાકે ફતેપુરા આવે છે. આ બસ સંતરામપુર થઈ ફતેપુરા થઈ બાંસવાડા જાય છે. ફતેપુરાના બસ ડેપો માંથી એનાઉન્સ પણ કરવામાં આવ્યું હતું કે, બસ બાંસવાડા જશે પરંતુ આ બસમાં કેટલાંક બાંસવાડા પેસેન્જરો બેઠા હતાં અને તેઓને આ બસ બાંસવાડા જશે નહીં તેવું બસના ડ્રાઈવર અને કંડક્ટરે જણાવતાં આ મામલે મુસાફરોએ આ મામલે ફતેપુરા બસ ડેપોને જાણ કરી હતી. ફતેપુરા બસ ડેપોના મેનેજર દ્વારા આ અંગેની જાણ સંતરામપુર ડેપો મેનેજરને કરવામાં આવી છે અને સંતરામપુર ડેપો મેનેજર દ્વારા તપાસ પણ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બોકસ: ફતેપુરા ડેપો કંટ્રોલ મેનેજર….

અગાઉ પણ આ મામલે મુસાફરોની ફરિયાદ આવી હતી. આ બસ આજે બાંસવાડા ગઈ નથી. આ સંબંધે સંતરામપુર ડેપો મેનેજરને જાણ કરી દેવામાં આવી છે. આ બસ બાંસવાડા કાયમ બાંસવાડા જાય છે કે નહીં તે જીપીએસથી ખબર પડી શકે તેમ છે.

બોકસ: બાંસવાડા બસના ડ્રાઈવર….

બાંસવાડા સુધી રસ્તાનું કામ કાજ ચાલતું હોવાને કારણે બસ બાંસવાડા લઈ જવામાં આવી નથી. અડધે રસ્તેથી બસ લઈ પરત આવી ગયાં હતાં.