ફતેપુરા, ફતેપુરા તાલુકાના પાટી મુકામે એકલ વિદ્યાલયના આચાર્ય મિત્રોનો માસિક અભ્યાસ વર્ગ યોજાઇ ગયો. ફતેપુરા તાલુકાના મોટા નટવા સંચમાં 30 જેટલા એકલ વિદ્યાલયો ચાલે છે. જેમાં આ વિદ્યાલયોમાં 30 આચાર્ય ભાઈ-બહેનો પોતાના વિદ્યાલયમાં આવનાર બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનુ ભગીરથ અને પુણ્ય કાર્ય કરી રહ્યા છે. બાળકોને શિક્ષણની સાથે-સાથે પ્રાર્થના, વડીલોનો આદર કરવો, માં-બાપ અને ગુરૂજીને પગે લાગવું, વ્યસન અને ફેશનથી દૂર રહેવું, હંમેશા સાચું બોલવું, ચોરી કરવી નહિ, પ્રમાણિક જીવન જીવવું જેવા સંસ્કારના પાઠ શીખવામાં આવે છે અને આવા આચાર્ય મિત્રોનો એક દિવસીય માસિક અભ્યાસ વર્ગ તારીખ 28/6 /2023 નારોજ પાર્ટી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સંચના આચાર્ય લાલાભાઇ મુકેશભાઈ નિનામા તથા કટારા ગુરૂજી ઉપસ્થિત રહીને તમામ આચાર્યોને પોતાના વિદ્યાલયમાં આવનાર બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર આપવા માટે આહવાન કર્યું હતું તથા પોષણવાટીકા, આરોગ્ય યોગ, પંચમુખી શિક્ષા જેવી બાબતોની ચર્ચા કરી તમામ આચાર્યોને સુંદર રીતે માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું.