ફતેપુરા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન- પર્યાવરણ પ્રદર્શન સંપન્ન

દાહોદ,

ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્ર્મ.

શિક્ષકોએ રાજકારણમાં રસ ના દાખવી બાળકોના શિક્ષણ પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ : ધારાસભ્ય

દાહોદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ફતેપુરા તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો સુખસર ગામની કૃષિ શાળામાં ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

ફતેપુરા તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન સુખસર કૃષિ શાળામાં યોજાયો હતો. પૂર્વ દંડક અને ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સતત ત્રીજી વખત ધારાસભ્ય તરીકે વિજેતા થયેલા રમેશભાઈ કટારા નું શિક્ષણ વિભાગ દ્વારા સન્માન કરાયું હતું.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારપછી મહેમાનો દ્વારા દીપપ્રાટગ્ય કરવામાં આવ્યું હતું. શાલ ઓઢાડી સ્વામિ વિવેકાનંદની પ્રતિમાથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં 226 જેટલી પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો અને 115 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા શાળામાં જ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય મુનીયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, જિલ્લા પંચાયત સભ્ય અલ્પાબેન ભાભોર, તાલુકા સભ્ય ક્રિષ્ણા બેન કલાલ, મહીલા મોરચાના જલ્પાબેન આમલિયાર, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખો, તાલુકા બ્લોક અઘિકારી મુકેશ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી વણકર, સી.આર.સી ઓ મોટી સંખ્યામાં શિક્ષકો, અને બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. સુરેશભાઈ પંચાલે કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમજ રાજ્ય સરકાર દ્વારા શાળાઓ માટે વિકાસ કરવાંમાં આવ્યો છે. તેની માહિતી આપી હતી. તેમજ કેટલાક શિક્ષકો બાળકોને શિક્ષણમાં ધ્યાન આપતા નથી અને રાજકારણમાં રચ્યા પચ્યા રહે છે. જેથી શિક્ષણ પ્રત્યે ધ્યાન રાખવા અપીલ કરી હતી. બાળ વૈજ્ઞાનિકો તાલુકા માંથી જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ભાગ લે અને તાલુકાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.