ફતેપુરા તાલુકાના સુખસર ખાતે લઘુમતી સમાજના સભ્યો વચ્ચે મારામારી થતા ગુનો દાખલ કરાયો

  • મસ્જીદમાં નમાજ પડવા આવેલા સમાજના સભ્યોને મારામારી કરતા સાત ઈસમો સામે ગુનો દાખલ કરાયો.

ફતેપુરા,ફતેપુરા તાલુકાના સુખસરમાં ગતરોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં મુસ્લિમ સમાજના સભ્યો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતા મારા મારી ઉપર ઉતરી આવ્યા હતા. જેમાં કેટલાક લોકો હાથમાં તલવાર તથા લાકડી લઈ દોડી આવી લાકડી તથા ગડદાપાટુનો મારમારી બિભત્સ ગાળો આપતાં સાત જેટલા આરોપીઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ બુધવાર રાત્રિના સુખસર ગામે મસ્જીદમાં ઇમરાન ભાઈ રજાકભાઈ મોઢિયા નમાજ પઢવા માટે ગયેલા હતા અને નમાજ પડ્યા બાદ મસ્જીદની બહાર ઉભા હતા. તેવા સમયે ગફારભાઈ સત્તારભાઈ સીસોલી, સિકંદર ગફાર સીસોલી નાઓ હાથમાં તલવાર તથા આદિલ ગફાર સિસોલી તેમજ હરીશ હારૂન સિસોલી હાથમાં લાકડી લઈને આવી સલીમભાઈ મોઢીયાને ડાબા ગાલ ઉપર લાકડી મારી દીધેલ.અને કહેતા હતા કે, તમો મસ્જિદમાં કેમ નમાજ પડવા આવ્યા છો ? તેમ કહીને પથ્થર મારો કરતા ઇમરાન ભાઈ એકદમ મસ્જિદની આગળથી બહાર આવતા રહેલ તેવામાં પાછળથી રિઝવાન મોઇદીન ચાંદાઆદિલ રફિક ગવરાને ઝપાઝપી કરતા ગડદાપાટુનો માર મારવા લાગેલ અને શરિરે પહેરેલ નવું બુશટ ફાડી નુકસાન કરી આપેલ. જેથી વધુ માર મારશે તેમ કરી ઘરે જવા નીકળેલ તેવા સમયે ફારૂક મજીદ સિસોલી ફરીયાદી સાથે ઝપાઝપી કરતા ફરિયાદી એકદમ દોડીને મસ્જિદની બાજુમાં આવતા હતા. તેવામાં અરબાજ રફીક સિસોલી નાઓ તેના હાથમાંની લાકડી સાજીદ મહંમદ મોઢીયાને મોઢાના ભાગે મારી ર્માં-બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરવા બાબતે 8 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

ઉપરોક્ત બાબતે સુખસરના ઇમરાનભાઈ રજાકભાઈ મોઢિયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગફાર સતાર સિસોલી,સિકંદર ગફાર સિસોલી, આદિલ ગફાર સિસોલી, હરીશ હારૂન સિસોલી, રિઝવાન મોઇદીન ચાંદા, ફારૂક મજીદ સિસોલી, સોહબ ઇસુબ સિસોલી તથા અરબાજ રફીક સીસોલી વિરૂદ્ધમાં ઇ.પી.કો કલમ-323,294(ખ)506(2) 336,427,114 તથા જી.પી.એક્ટ કલમ-135(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.