દાહોદ, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ મામલતદાર અને કચેરીમાં તારીખ 1/1/2000 થી ડ્રાઇવર કમ પ્યુન તરીકે ફરજ બજાવતા નાગુજી રિઝવાન અબ્દુલ મજીદને પુરા આઠ કલાકની કામગીરી કરાવી સામાન્ય વેતન રૂપિયા 1350 ચુકવતા હતા અને લઘુતમ વેતન ધારાનો ભંગ કરતા હતા. અરજદારે પગાર વધારા અંગે સરકારના તારીખ17/10/88 પરિપત્ર મુજબ પગાર લાભો મેળવવાની માંગણી કરતા તે બાબતની કિન્નાખોરી રાખી અયોગ્ય મજૂર પ્રથા નું આચરણ કરી મામલતદાર કચેરી દ્વારા તેઓને નોકરી માંથી તારીખ16/7/2005ના રોજ ગેરકાયદેસરથી છુટા કરી દેતા અરજદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ સંપર્ક કરી મજૂર અદાલ દાહોદ સમક્ષ ઔદ્યોગિક વિવાદ ધારાની કલમ 10(1) હેઠળ પડેલા દિવસોના પગાર સાથે મૂળ જગ્યાએ પુન: સ્થાપિત કરવાનો કેસ દાખલ કરે જે કેસ ચાલી જતા અરજદાર તરફે એ એસ ભોઈ એ કેસમાં પડેલા પુરાવા આધારિત લંબાણપૂર્વક દલીલો કરતા મજુર અદાલત દાહોદ દ્વારા અરજદાર તરફે તારીખ 16/12/14ના રોજ હુકમ કરવા છતાં અરજદારને કામ પર લેવામાં આવેલ ન હતો પરંતુ લાંબા સમય પછી મામલતદાર ફતેપુરા દ્વારા હુકમ પડકારવા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર 5240/19 દાખલ કરવામાં આવેલ જે અરજી ચાલી જતા અદાલત દ્વારા સરકારની અરજી તારીખ 4/4/19 ના રોજ ડિસમિસ કરવામાં આવતા તે અરજી પડકારવા ફરી હાઇકોર્ટ સમક્ષ મામલતદાર ફતેપુરા દ્વારા એલપીએ અરજી નંબર 367/24 દાખલ કરેલ આ બંને અરજીઓના કામે હાઇકોર્ટના એડવોકેટ દિપક કાર દવે હાજર રહી દલીલો કરતા સરકારશ્રીની એલ પી એ તારીખ 8/4/24 ના રોજ ડિસમિસ કરવામાં આવેલ દાહોદ મજુર અદાલતનો હુકમ યથાવત રહેલ આ અરસા દરમિયાન મૂળ અરજદાર નાગુજી રિઝવાનનું તારીખ 4/12/19ના રોજ અકાળે આકસ્મિક અવસાન થતા અરજદારના વારસ પત્ની સિફાઓનીશા પક્ષકાર તરીકે જોડાયેલા હતા. જેને લઇ આ હુકમનો લાભ ગુજરનાર ના પરિવારને18 વર્ષે ન્યાય મળ્યો છે. અરજદારની નોકરી સમયગાળો સળંગ ગણાતા ગુજરનારના વારસપત્નીને સરકારના તારીખ 17/10/88ના પરિપત્રનો લાભ તથા ફેમિલી પેન્શનનો લાભ પણ મળવા પાત્ર થશે. આમ, 18 વર્ષ પછી લાભ મળતા ગુજરનારના પરિવારમાં આનંદની લાગણી પ્રવૃત્તિ છે.