ફતેપુરા તાલુકાના ખાતે સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ભોજેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે હેલ્થ કેમ્પ યોજાયો

તા.15 જુલાઇ થી 28 જુલાઇ હિપેટાઇટિસ દિવસની ઊજવણી કરવાની હોય છે જે અંતર્ગત આજ રોજ તા.26-07-2024 મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત, જીલ્લા ક્ષય અને એચ.આઇ.વી અઘિકારી ડો.આર.ડી.પહાડીયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુરેશ.વી.અમલિયાર ના માર્ગદર્શન હેઠળ ભોજેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે HIV /AIDS, હીપેટાઈટીસ બી, TB, ચાંદીપુરમ, સિકલસેલ, સિફિલીસ જેવા રોગો વિશે IEC(પ્રચાર પ્રસાર)કરવામાં આવી અને લોકોને પત્રિકા,પોસ્ટરના માધ્યમ થી સમજ આપવામાં આવી. ત્યાર બાદ ભોજેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે હેલ્થ કેમ્પમાં ટેસ્ટિંગ કરવામા આવ્યું. જેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. સોનલબેન પટેલ, ICTC કાઉન્સેલર નયનાબેન દરજી તથા લેબટેક. કૌશિકભાઇ સોલંકી HIV ટેસ્ટિંગ મોબાઇલવાન માંથી તુષારભાઇ અને LWS લિંક વર્કર ઝઇ માંથી STS નટવરભાઈ તેમજ સરસ્વા PHC નો સ્ટાફ હાજર રહ્યા હતા. આ કેમ્પમાં કુલ- 116 લાભાર્થીઓનું ટેસ્ટિંગ કરાવ્યું હતું.