- ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલ દ્વારા મોટા નેતાઓ સાથે લાંબી પહોચ હોવાનું જણાવી ઉડાવી દેવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ.
કેટલાક બની બેઠેલા રાજકારણી લોકો પોતાની રાજકારણમાં મોટા નેતાઓ સાથે લાંબી પહોચ હોવાની ગુલબાંગો ઠોકી આમ પ્રજાને ધમકાવવાના કિસ્સા બનતા રહે છે. તેવી જ રીતે ફતેપુરા નગરમાં રહેતા એક યુવાનને કરોડીયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા મોટા રાજકારણીઓ સાથે પોતાને સારા સંબંધો હોવાનું જણાવી યુવાનને ગમે ત્યારે ઉઠાવી જઈ, ઉડાવી દેવાની ધમકી આપતા પીડિત યુવાને ફતેપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા નગરમાં રહેતા કલાલ મનોજકુમાર નરેશભાઈના ઓએ ફતેપુરાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કલાલ હિતેશભાઈ નટવરલાલની વિરૂદ્ધમાં લેખિત ફરિયાદ આપતા જણાવ્યું હતું કે,મનોજકુમાર કલાલને હિતેશ કલાલ સાથે કોઈપણ જાતની લેવા દેવા કે અદાવત નથી.તેમ છતાં અવાર-નવાર હિતેશ કલાલ દ્વારા મનોજ કલાલને મારી નાખવાની ધમકીઓ આપતો રહેછે. તેમજ આ ડેપ્યુટી સરપંચ દ્વારા કેટલીકવાર મનોજભાઈ કલાલને જાતિ અપમાનિત માં-બેન સમાણી બિભિત્સ ગાળો આપી હું તને પતાવી દઈશની ધમકીઓ આપતો રહેતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તેવી જ રીતે ગત 12 જુલાઈના રોજ પણ ખુલ્લેઆમ મનોજકુમાર કલાલને ધમકીઓ આપતા જણાવ્યું હતું કે,મારી પહોચ ઘણી લાંબી છે, મારી જોડે દાહોદ જિલ્લાના બહુ મોટા નેતાઓ છે અને હું તને ગમે ત્યારે ઉઠાવી ઉડાવી દેવડાવીશ તેવી ધમકીઓ આપતા મનોજકુમાર કલાલે ફતેપુરા પોલીસને અરજી આપતા જણાવ્યું હતું કે,પોતાને નાના સંતાનો હોય અને પોતે એકલા હોય અવાર-નવાર કામ અર્થે બહાર નીકળવું પડતું હોય છે અને પોતાને કાંઈ પણ થાય તો તેની જવાબદારી હિતેશ કલાલની રહેશે અને પોતાના ઉપર ગમે ત્યારે હુમલો થાય તેમ હોવાનું જણાવ્યું છે.
અને વધુમાં જણાવ્યું હતું કે, હિતેશ કલાલ વર્ષ 2002ના કોમી તોફાનોમાં પણ સંડોવાયેલા હતો. તેમજ હાલમાં પણ હિતેશ કલાલ ખુલ્લી ધાક ધમકીઓ આપવામાં માહિર હોવાનું જણાવ્યું છે. જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મનોજ કલાલ દ્વારા લેખિત ફરિયાદમાં કરવામાં આવતા ફતેપુરા પોલિસ હરકત માં આવતા તાત્કાલિક ગ્રામ પંચાયતના કરોડીયા પૂર્વના ડે સરપંચને પોલીસ દ્વારા લાવી અટકયાદી પગલાં લેવામાં આવ્યા હતા.