ફતેપુરા તાલુકાના ગવા ડુંગરાની પરણીતાને પ્રસુતિની પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવાની ફરજ પડી

  • સાત માસથી માતાના ગર્ભમાં રહેલ બાળક પ્રસુતિ બાદ હલન ચલન નહીં કરતાં સંતરામપુર ખાનગી દવાખાનામાં દાખલ કરાયું.

ફતેપુરા, ફતેપુરા તાલુકાના ગવા ડુંગરા ગામમાં રહેતી એક સ્થાનિક સગર્ભા મહિલાને છેલ્લા 12 કલાકથી પ્રસુતિની પીડા ઉપડતાં પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કરતાંજ 108 ઈમરજન્સી વાન સુખસરને કોલ મળતા સવારે 07:59 ટાઈમે કેસ મળતાની સાથે જ તાત્કાલિક સગર્ભા મહિલાના ઘરે ગવા ડુંગરા ગામે પહોંચી મદદ માટે આવી પહોંચ્યા હતા અને સગર્ભા મહિલાને તપાસતા પ્રસુતિ દુખાવો થતો હતો અને 108 ના ઇમર્જન્સી મેડિકલ ટેકનીશ્યન કલ્પેશભાઇ મછાર તથા પાયલોટ રાજપાલસિંહ ચૌહાણને હોસ્પિટલ જતા રસ્તામાં 108 એમ્બ્યુલન્સમાંજ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. જેથી તેઓએ એમ્બ્યુલન્સને રોડની બાજુમાં ઉભી રાખી સગર્ભા મહિલાને પ્રસુતિ કરાવતા તે વખતે બાળક સહેજ પણ રડ્યું ન હતું અને હલન ચલન પણ કરતું ન હતું. આ બાળક માતાના ગર્ભમાં સાત મહિનાથી હતું. જેથી ઈ.આર.સી.પી ફિઝિશિયન ડોક્ટર પ્રજાપતિના માર્ગદર્શનથી એમ્બ્યુલન્સમાં ઈમરજન્સી મેડિકલ કલ્પેશભાઇ મછાર તથા પાયલોટ રાજપાલસિંહ ચૌહાણની સૂઝબૂઝથી ખૂબ જ કાળજીપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી હતી અને ન્યૂ બોર્ન બેબીને ખૂબ કાળજી પૂર્વક સારવાર આપતા આપતા સુરેખાબા હોસ્પિટલ સંતરામપુર દવાખાના સુધી લઈ ગયા હતા અને દવાખાનાના ડોક્ટર રણજીતસિંહ જોજાને બધી તકલીફ જણાવી અને માતા અને બાળકને દાખલ કરીને ત્યાંથી 108 ઈમરજન્સી વાન પોતાના મેડિકલ ટેકનિશિયન અને પાયલોટ સાથે ત્યાંથી રવાના થઈ હતી. આમ, 108 ઇમરર્જન્સીવાનના ઇમરજન્સી મેડિકલ ટેકિનશિયન અને પાયલોટ સ્ટાફે પોતાની આવડત અને અનુભવના સહારે માનવતાનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. 108 ના કર્મચારીઓ સાચા અર્થમાં દેવદૂત સાબિત થયા હતા.