ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં કરવામાં આવી

ફતેપુરા, ફતેપુરા ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તારીખ 24 ઓગસ્ટને વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે, તેનો હેતુ શું છે,ઉદેશ્ય શું છે ? અને આ દિવસને ઉજવણીમાં આપણી શું ફરજ બને? તેની બાળકોને જાણકારી આપવામાં આવી હતી તથા આ દિવસ કોના જન્મદિવસે ઉજવાય છે. કવિ નર્મદે ગુજરાતી ભાષા માટે શું શું યોગદાન આપ્યું. નર્મકોશ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો, નર્મકોષ કેટલા શબ્દોનો બનેલો છે, ભારતમાં ગુજરાતી ભાષા કયા નંબરે બોલાય છે, દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ગુજરાતીનો કયો નંબર આવે છે? તેની જાણકારી આપવામાં આવી હતી.

ભારતમાં કુલ 1652 ભાષાઓ અને વિશ્ર્વમાં 6000 જેટલી ભાષાઓ બોલાય છે. બંધારણને માન્યતા આપેલ 22 ભાષામાં ગુજરાતી ભાષાનો સમાવેશ કરેલ છે તથા ધોરણ 1 થી 8 માં તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા શીખવવાનો કાયદો કરેલ છે અને આ કાયદાનો ભંગ કરનારને દંડની જોગવાઈ પણ કરેલ છે. વર્ષ-2023 માં કવિ નર્મદની 190 ની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી. જેવી બાબતોની માહિતી બાળકોને આપવામાં આવી હતી. ત્યારબાદ 30 જેટલા પ્રશ્નનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જેમાં 60 બાળકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 50 જેટલા બાળકોએ ભાગ લીધો હતો તથા વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસ વિશે વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધાઓમાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ રીતે આપણી માતૃભાષા ગુજરાતીનો વિશ્ર્વકક્ષાએ ઉજવણી થતી હોય છે. જેથી બાળકોને તેની જાણકારી મળે તથા બાળકો ગુજરાતી ભાષાનું મહત્વ સમજતા થાય, ગુજરાતી ભાષા પ્રત્યે આદર કરતા થાય જે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોને ખૂબ મજા આવી હતી. ભિતોડી પ્રાથમિક શાળામાં યોજાયેલા વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણીમાં બાળકોએ હર્ષભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.