ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ

  • ધોરણ 3 થી 8 ના 140 બાળકો માંથી 128 એટલે કે 91.42 ટકા મતદાન થયું.

ફતેપુરા તાલુકાની નાની ઢઢેલી સી.આર.સી.માં આવેલી ભીતોડી પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી. બાળકોમાં અત્યારથી જ નિષ્ઠાવાન, પ્રમાણિક, ઈમાનદાર નેતાગીરીનો ગુણ વિકસે તે હેતુથી શાળા પંચાયતની ચૂંટણીનુ આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને આવરી લેવામાં આવી હતી. જાહેરનામું બહાર પાડવું, ફોર્મ ભરવું,ફોર્મની ચકાસણી કરવી,ફોર્મ પર ખેચવું,સમરસ વર્ગ બનાવો જેવી પ્રક્રિયાઓ બાદ તારીખ 2/7/2024ને મંગળવારના રોજ બે થી ચાર કલાક દરમિયાન મતદાન પ્રક્રિયા હાથમાં ધરવામાં આવી હતી. જેમાં પણ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર,પોલિંગ સ્ટાફ, પોલીસમેન, પટાવાળા, ઝોનલ અધિકારી, ચૂંટણી અધિકારી, મતદાન એજન્ટ જેવા સ્ટાફની નિમણૂંક બાળકો માંથી કરવામાં આવી હતી તથા મતદાર યાદી શાહી, મત કુટીર,ઇ.વી.એમ. મત પેટીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ધોરણ 3 થી 8ના 140 બાળકો માંથી 128 એટલે કે 91.42 ટકા મતદાન થયું હતું. ત્યારબાદ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પાંચ ઉમેદવારો માંથી સૌથી વધુ મત વિક્રમભાઈ પારગીને 58, કૌશિકભાઈ કલારાને 28, આશિષભાઈને 23 મતો મળ્યા હતા. વિજેતા ઉમેદવારોને અને શાળાના તમામ બાળકોએ ડી.જે.ના તાલે આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ બાળ સંસદની રચના કરવામાં આવી હતી. જેમાં જુદી-જુદી સમિતિઓના મંત્રીની વરણી કરવામાં આવી હતી. જેમાં પાણી મંત્રી, પ્રાર્થના મંત્રી, સફાઈ મંત્રી, ભોજન મંત્રી, આરોગ્ય મંત્રી, પ્રવાસ પર્યટન મંત્રી જેવા ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. આ રીતે શાળામાં શાળા પંચાયતની શાનદાર રીતે ચૂંટણી કરવામાં આવી હતી.