શિવકથાના ચોથા દિવસે ગિરીબાપુને શિવલીંગનું મહત્વ સમજાવ્યું


ફતેપુરા,
ફતેપુરા ખાતે પૂજય ગિરીબાપુની કથા શિવકથાનું આયોજન કરાયું છે. શિવકથાના ચોથા દિવસે બાપુએ શિવલીંગનું મહત્વ સમજાવ્યું હતું. શિવલીંગ ચાર આગળનું હોવું જોઈએ. જે ચલીત કહેવાય છે. જેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને પૂજા અર્ચના કરી શકાય છે. શિવલીંગનું દાન કરવું જોઈએ બીજા લોકોને શિવની પૂજાની સમજ આપવી જોઈએ. ખૂબ જ પૂણ્ય કર્મ કહેવાય છે. મંત્ર જાપ શિવ મંદિરમાં સમુદ્ર કિનારે બીલીના વૃક્ષની નીચે બેસીને શિવલીંગની સામે બેસીને કરવું જોઈએ. મંત્ર જાપની માળા રૂદ્રાશ હોય તો પતિ ઉત્તમ છે. મંત્ર જાપની માળા ગળામાં ન ધારણ કરવી અને ધારણ કરેલ માળા થી જાપ ન કરવું. બાપુએ કથા દરમિયાન માતા-પિતાનની પૂજા અર્ચના કરવાની સલાહ આપતાં કહયું કે, પિતા એટલે આપણી સંપૂર્ણ સંભાળ રાખનાર બધી જ જવાબદારી માથે ઉઠાવનાર આપણી બધી ઈચ્છા પૂરી કરનારા છે. એમની પૂર્જા અર્ચના કરવી જોઈએ. માતા-પિતાની પૂજા અર્ચના કર્યા વિના કોઈ જ પૂજાનું ફળ મળશે નહિ.