ફતેપુરા,ફતેપુરા ખાતે હાલ ધો-10 તથા 12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ફતેપુરા જાગૃતિ ક્ધયા વિઘાલયમાં હઠીલા જયોત્સનાબેન પારસીંગભાઈ નાઓ ધો-10ની પરીક્ષા આપી રહ્યા હતા દરમિયાન જયોત્સના બેનને ચકકર આવી છાતીમાં દુ:ખાવો ઉપડતા તાત્કાલિક શાળા સ્ટાફ દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારે પાયલોટ દિવ્યરાજસિંહ ચોૈહાણ તથા ઈએમટી મનીશાબેન કટારા નાઓ તાત્કાલિક શાખા ખાતે પહોંચી ગયા હતા. તાત્કાલિક જયોત્સનાબેનને પ્રાથમિક સારવાર આપતા જઈ ફતેપુરા સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તબિયતમાં સુધારો થયો હોવાનુ જાણવા મળેલ છે.