ફતેપુરા સરકારી દવાખાનાની બાજુમાં ગેસનો બાટલો ભરવા બાબતે યુવક ઉપર મારક હથિયાર વડે ઇજાઓ પહોંચાડી

દાહોદ, દાહોદ જિલ્લાની ફતેપુરા સરકારી દવાખાનાની બાજુમાં ગેસનો બાટલો ભરાવવા આવેલ યુવક પર તેના જ સમાજના પાંચ ઈસમોએ ધારીયા જેવું હથિયાર તથા પ્લાસ્ટીકની પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપ્યાનું જાણવા મળ્યું છે.

ફતેપુરા જુના બસ સ્ટેશન પાસે રહેતા અક્ષયભાઈ ભીખાભાઈ ડબગર ગતરોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ગેસનો બાટલો ભરાવવા ફતેપુરા સરકારી દવાખાનાની બાજુમાં ગયા હતા. તે વખતે તેની જ જ્ઞાતિના અજય મહેન્દ્રભાઈ ડબગર, રવીન્દ્રભાઈ કનુભાઈ ડબગર, નિલેશકુમાર હસમુખભાઈ ડબગર તથા જીતેન્દ્રભાઈ કનુભાઈ ડબગર તથા જીતેન્દ્રભાઈ કનુભાઈ ડબગર વગેરેએ ધારીયા જેવું હથિયાર તથા પ્લાસ્ટીકની પાઈપ જેવા હથિયાર તથા પ્લાસ્ટીકની પાઈપ જેવા હથિયાર સાથે આવી તે અમારી બેનને બદનામ કરી છે. તેમ કહી ગંદી ગાળો બોલી આના હાથ પર તોડી નાંખો તેમ કહી ચારે જણાએ અક્ષયભાઈ ડબગર પર હુમલો કરી જમણા પગના ઢીંચણે, માથાના ઊભાગે, પીઠમાં વગેરે જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચાડી જમીન પર પાડી દઈ શરીરે ઈજાઓ પહોંચાડી હવે કદી ફતેપુરામાં દેખાઈશ તો તને જાનથી મારી નાંખીશું કહી ધમકીઓ આપી હતી ત્યારબાદ હિમ્મતભાઈ પ્રેમચંદભાઈ ડબગરે આવી અક્ષયભાઈ ડબગરને ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી હતી.આ સંબંધે ફતેપુરા બસ સ્ટેશન પાસે રહેતા ઈજાગ્રસ્ત અક્ષયભાઈ ભીખાભાઈ ડબગરે નોંધાવેલ ફરિયાદને આધારે ફતેપુરા પોલિસે ફતેપુરા ઉખરેલી રોડ પર રહેતા ડબગર કુટુંબના અજયભાઈ મહેન્દ્રભાઈ, રવિન્દ્રભાઈ કનુભાઈ, નિલેશભાઈ હસમુખભાઈ, જીતેન્દ્રભાઈ કનુભાઈ તથા હિમ્મતભાઈ પ્રેમચંદભાઈ વિરૂધ્ધ ઈપિકો કલમ 323, 324, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.