ફતેપુરા,
દાહોદ જિલ્લામાં અવસર રથ વિવિધ વિધાનસભા વિસ્તારોમાં લોકોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવા આહ્વાન કરી રહ્યો છે. જિલ્લામાં આજે અવસર રથ ફતેપુરા વિધાનસભા વિસ્તારના વિવિધ મતદાન વિસ્તારોમાં ફરીને લોકોને અવશ્ય મતદાન કરવા માટેનો સંદેશો આપ્યો હતો. અવસર રથ સાથે ઉપસ્થિત કર્મયોગીઓએ મતદાતાઓને લોકશાહીના મહાપર્વમાં એક એક મત બહુમૂલ્ય હોવાનું જણાવી જિલ્લામાં ચૂંટણી વિશેની માહિતી આપી હતી તેમજ મતદાન પ્રક્રિયા વિશે પણ સમજ આપી હતી. લોકો મતદાન પ્રક્રિયામાં સહભાગી થવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.
જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાન વિસ્તારો ખાસ કરીને ઓછું મતદાન થતું હોય એવા વિસ્તારોમાં લોકોને મતદાન આપવા માટે અવસર રથ થકી જાગૃત કરાઇ રહ્યાં છે. આજે ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં મતદાતાઓને જાગૃત કરવા માટે અવસર રથ ફરી રહ્યો છે અને વલુન્ડા, વલુંડી, વાંગડ, ટાઢીગોળી, મોટા નટવા, રાવળના વરણાં, આરવા, કંથાગર, ભોજેલા, કંસુમર ફળીયા, સરસ્વા, રૂપાખેડા, બલૈયા, નંદુકણી, પાટવેલ, આપતળાઇ પીપસરા સહિતના વિસ્તારોમાં અવસર રથ પહોંચીને મતદાતાઓને લોકશાહીના પર્વમાં સામેલ થવા હાકેલ કરી રહ્યો છે.