ફતેપુરા પોલીસે ઉતરાયણ પર્વને લઈ ચાઇનીસ દોરી કે તુક્કલના વેચાણ અંગેની તપાસ હાથ ધરી

ફતેપુરા, દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઉતરાયણ પર્વને લઇ ચાઈનીઝ દોરી કે તુક્કલના વહેંચાણ કે ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. તેમ છતાં છાને ખૂણે એકલદોકલ વેપારીઓ પ્રતિબંધિત દોરી અને તુક્કલનું વહેંચાણ કરતા હોય છે. જેને લઇ ફતેપુરા પોલીસ દ્વારા આજે ફતેપુરા બજારમાં ચાઇનીસ દોરી કે તુક્કલના વેચાણને લઈ પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાતા પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ઘડીભર માટે ફફડાટ વ્યાપી જવા ગયો હતો. ત્યારે ઉપસ્થિત ટીમના અધિકારીઓએ પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવા અપીલ કરી હતી અને વેપારીઓને ચાઇનીસ દોરી અને તુલ્લક ન વેચવા માટે સૂચના આપી હતી.