ફતેપુરા,ફતેપુરા તાલુકાના ફતેપુરા નગરમાં પાછલા પ્લોટ ખાતે રહેતા યશકુમાર અનીલભાઈ શર્મા(ઉ.વ.29),શ્રીકાંત હરીશકુમાર ઓસવાલ(ઉ.વ.33) સાથે વિક્રમભાઈ ઉર્ફે ધમો રાજેન્દ્રભાઈ પટેલ(કલાલ)નાઓ મોટરસાયકલ ઉપર કોઈ કામ અર્થે પાટવેલ તરફ ગયા હતા. આ સમયે પીપલારા ગામે રોડ ઉપર સામેથી શિફટ કાર જે પાટવેલ રાજસ્થાન તરફ જઈ રહી હતી. ગાડીના ચાલકે પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાયકલ સવારોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાતા યશકુમાર તથા શ્રીકાંત નાઓ મોટરસાયકલ ઉ5રથી પછડાઈ રસ્તા ઉપર પટકાયા હતા. જયારે શિફટ કારમાં સવાર 3 વ્યકિતઓમાં સતીશભાઈ બાબુભાઈ ગરવાલ(રહે.નવગામ),અનીલભાઈ ચંપાભાઈ બરજોડ(રહે.વડવાસ)તથા પરેશભાઈ તેરસીંગભાઈ ડામોર(રહે.સરસ્વાપુર્વ તા.ફતેપુરા)નાઓને પણ ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મોટરસાયકલ સવાર 3 ઈજાગ્રસ્તોને ફતેપુરા સરકારી દવાખાને ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાંથી વધુ સારવાર માટે લુણાવાડા રિફર કરવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઈજાગ્રસ્ત યશકુમાર શર્મા શ્રીકાંત ઓસવાલનાઓને સારવાર મળે તે પહેલા જ એમ્બ્યુલન્સમાં મરણ ગયેલ હોવાનુ જાણવા મળ્યુ છે.