ફતેપુરા,
ફતેપુરા પાટવેલ ગામે ચેક પોસ્ટ ઉપર ફતેપુરા પોલીસના ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફ બાઈક ઉપર લવાતો 40,300/-રૂપીયાના ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જીલ્લાના ફતેપુરાના પાટવેલ ગામે ચેક પોસ્ટ ઉ5ર ફતેપુરા પોલીસ વાહન ચેકીંગમાં હતા. દરમિયાન રાજસ્થાન તરફ થી એક ઇસમ બાઇક ઉપર કંતાન થેલા લઈ શંકાસ્પદ રીતે પસાર થતી બાઈકને ઝડપી પાડી હતી અને તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડના ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-283 કિંમત 40,300/-રૂપીયા બાઈક મળી કુલ 75,300/-રૂપીયાના મુદ્દામાલ સાથે મોહનભાઈ ઉર્ફે માવાભાઈ ડીંડોર રહે. ચીખલી બ્રાંદ્રા, તા. આનંદપુરી, રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો.