ફતેપુરા,ફતેપુરા ખાતે ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વાર્ષિક પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા બાળકોને કુમકુમ તિલક કરીને ફુલ આપી મોં મીઠું કરાવ્યું હતું
ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વાર્ષિક પરીક્ષા ફતેપુરા ખાતે આઈ કે દેસાઈ હાઇસ્કુલ. કોમલ વિદ્યાલય તેમજ વાત્સલ્ય સ્કુલ ઓફ નોલેજ ખાતે પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. બાળકો શાંત વાતાવરણમાં તેમજ નિર્ભય રીતે પરીક્ષા આપે તેવું આયોજન શાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પરીક્ષા આપવા આવતા પરીક્ષાર્થીઓને શાળા પરિવાર દ્વારા શાળાના પાટંગણમાં કુમકુમ તિલક કરીને ફુલ આપી મોં મીઠું કરાવી શાળામાં આવકાર્યા હતા ત્યારે આજે પ્રથમ પેપર હોવાથી બાળકોને શાળા સુધી મૂકવા માટે વાલીઓનો ઘસારો પણ જોવા મળ્યો હતો. આઇ.કે. દેસાઈ હાઇસ્કુલ ખાતે બ્લોક નંબર એકમાં વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને બે અંધ વિદ્યાર્થીઓ માટે પેપર લખવા માટે સહાયક તરીકે (લાહ્યા)ની વ્યવસ્થા જીલ્લા શિક્ષણાધિકારીએ કરી આપી હતી. પરીક્ષાર્થીઓ શાંત વાતાવરણમાં પરીક્ષા આપે તેમ જ કોઈ અસામાજીક તત્વો દ્વારા પરીક્ષામાં કોઈ ખલેલ ના પહોંચાડે તે માટે ફતેપુરા પીએસઆઈ જે.બી.તડવીએ પરીક્ષા કેન્દ્રની આજુબાજુ પોલીસ સ્ટાફ ગોઠવી દીધો હતો, તો વર્ગ ખંડમાં પણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યા છે.