ફતેપુરાના સુખસરથી રાવળના વરૂણા ગામથી નવો બનાવેલ રસ્તો સાઈડોમાં પુરાણના અભાવે તુટવા માંડ્યો

ફતેપુરા તાલુકામાં ત્રણેક માસ અગાઉ સુખસર ખારી નદીના પુલથી રાવળના વરૂણા ખાતે જતો એક કિ.મી.ના માર્ગ માટે ગ્રામજનોની લાંબા સમયથી માંગને ઘ્યાનમાં રાખી તંત્ર દ્વારા રસ્તાને ડામર કરવામાં આવ્યો છે. પરંતુ મહિનાઓ વિતવા છતાં રસ્તાની સાઈડ પુરાણ નહિ થતાં આ રસ્તો સાઈડોમાંથી તુટી રહ્યો છે. આ રસ્તાની સાઈડો તાત્કાલિક પુરાણ કરવી આવશ્યક છે.

સુખસર ખારી નદીના પુલથી રાવળના વરૂણા જતો આશરે 1 કિ.મી.ના નવીન ડામરની રસ્તાની ગત 3 માસ અગાઉ કામગીરી કરી છે. જેથી નાના-મોટા વાહનચાલકો તથા રાહદારીઓ રસ્તા ઉપરથી સુખસરમાં આવવા-જવા રાહત થઈ છે. આ રસ્તાથી અવર જવર કરતા લોકોમાં ખુશી જોવા મળી છે. પરંતુ આ રસ્તાની કામગીરી પુર્ણ થયા બાદ મહિનાઓ વિતવા છતાં તેની સાઈડ પુરાણ કરવામાં નહિ આવતા હાલ રસ્તો સાઈડમાંથી તુટી રહ્યો છે. આ રસ્તાની વહેલી તકે સાઈડ પુરાણ કરવામાં નહિ આવે તો થોડા જ મહિનાઓમાં રસ્તાની હાલત બિસ્માર બની જશે. સુખસર ખારી નદીના પુલથી રાવળના વરૂણા ખાતે જતા નવીન માર્ગની સાઈડોમાં પુરાણ કરી તુટતા જતાં રસ્તાને બચાવવા તંત્ર દ્વારા ઘ્યાન આપે તેવી લોકોની માંગ ઉઠી છે.