દાહોદ,
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાના બોરીદા ગામે ગત વર્ષ 2020માં પ્રેમ પ્રકરણની અદાવતે એખ યુવાનની હત્યા કરી તેની લાશ કુવામાં નાખવામાં આવતાં તેનો સુખસ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ હત્યામાં સેડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યાં હતા. ત્યારે મહેરબાન ત્રીજા એડીશનલ સેશન્સ જ દાહોદની કોર્ટમાં કેસ ચાલી જતાં 3 માર્ચ 2023ના રોજ ખુલ્લી કોર્ટમાં ચુકાદો આપતાં બંન્ને આરોપીઓને આઝીવન કેદની સજા તથા રૂા. 5000 હજાર દંડનો હુકમ કરવામાં આવ્યો હતો. જો દંડની રકમ નહીં ભરપાઈ કરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના નાના બોરીદા ગામના કલ્પેશભાઈ વિકલાભાઈ ડામોર (ઉ.વ. 21) નાઓની ગત તા.11.02.2020ના રોજ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી લાશને કુવામાં નાંખવામાં આવી હોવાના આરોપમાં હરીશભાઈ સામાભાઈ બામણીયા (રહે. મોટા નટવા, ભીમાખેડી ફળિયા) તથા રાકેશભાઈ મખાભાઈ બામણીયા (રહે. ઘાણીખુંટ,માળી ફળિયું, તા. ફતેપુરા, જિ.દાહોદ) નાઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ બંન્ને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં રાખવામાં આવ્યાં હતા. ત્યારે 3 માર્ચ 2023ના રોજ મહેરબાન ત્રીજા એડીશનલ સેશન્સ જજ દાહોદમાં કેસમાં ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, આરોપીઓએ તા.11.02.2020ના રોજ સાડા ચાર વાગ્યાના આસપાસ નાના બોરીદા ગામે આવેલ પંચાયતના કુવા ઉપર આરોપી હરીશભાઈસામાભાઈ બામણીયા, લક્ષ્મીબેન તેરસિંગભાઈ ડામોર (રહે. સરસવા પુર્વ, ડામોર ફળિયાં) સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોય કુવા ઉપર આવેલ ઓરડીમાં બેસી વાતો કરી રહેલા હતા તેવા સમયે આરોપી રાકેશભાઈ મખાભાઈ બામણીયા ત્યાં નજીકમાં ઉભેલ હતો તેવામાંઆ કામના મરણ જનાર કલ્પેશ ડામોરની લક્ષ્મીબેન ઉપર દાનત બગડતા હરીશભાઈ બામણીયાનાઓએ એકદમ ઉશ્કેરાઈ જઈ તેના બંન્ને હાથથી મરણ જનાર કલ્પેશભાઈનું ગળું દબાવતાં આરોપી રાકેશભાઈ બામણીયા દોડી આવી બંન્ને જણાએ સાથે મળી મરણ જનાર કલ્પેશબાઈને પકડી કુવામાં ફેંકી દઈ તેમને પોતાને સાચા મનાવવા માટે જાતે બુમો પાડેલ તેવામાં સાહેદો આવી જતા રમણ જનારને કુવામાંથી બહાર કાઢી સારવાર માટે લઈ ગયે ત્યાં ફરજ ઉપરના ર્ડાક્ટર દ્વારા મરણ જાહેર કર્યાં હતા. ત્યારે બંન્ને આરોપીઓએ પુરાવાનો નાશ કરવાના ઈરાદે રમણ જનારને પંચાયતના કુવામાં નાખી દઈ એકબીજાની મદદગારી કરી હોવા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, આ ગુનાના આરોપી હરીશ સામાભાઈ બામણીયા તથા રાકેશબાઈ મખાભાઈ બામણીયાનાઓએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 235(2) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ – 302, 201,114 અન્વયે ના ગુનાના કામે આજીવન કેદની સખત સજા તથા પ્રત્યેક રૂપીયચા 5000નો દંડનો હુકમ કરવામાં આવેલ છે. અગર તો આ દંડની રકમ ભરપાઈ નહીં કરે તો આરોપીઓને વધુ છ માસની સાદી કેદની સજા સંભળાવવામાં આવી છે. તેમજ જણાવવામાં આવે છે કે, ક્રિ.પો.કો 428 અન્વયે આરોપીઓ જેટલા સમય કાચા કામના કેદી તરીકે જેલમાં રહ્યાં હોય તેટલો સમય તેઓને મજરે આપવામાં આવશે તેમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.