દાહોદ, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ઠેરઠેર રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે. જેના કારણે આ ખાડાઓમાં બારેમાસ પાણી ભરાયેલું રહે છે. પોલીસ સ્ટેશન રોડ, ઉખરેલી રોડ સહિત નગરના અનેક રસ્તાઓની હાલત છેલ્લા કેટલાયે સમયથી બિસમાર છે. ફતેપુરા પોલીસ સ્ટેશન રોડ પરથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ અહીં બારેમાસ રસ્તાઓ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાયેલા રહે છે. ત્યારે અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો, વિદ્યાર્થીઓને સુવિધાના અભાવના કારણે ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું સમાધાન થાય અને જનતા ને પ્રાથમિક સુવિધાઓ પૂરતી મળી રહે તે જરૂરી છે.