ફતેપુરાના ઝાબપૂર્વ ગામે ગાડી હટાવવા મામલે 8 ઈસમોએ ધીંંગાણું મચાવતાં એક વ્યકિતને ઈજાઓ

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના ઝાબપુર્વ ગામે ગાડી હટાવવા મુદ્દે થયેલ ઝઘડા તકરારમાં 08 જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાના હાથમાં ધારીયા, લાકડી જેવા મારક હથિયારો સાથે ઘસી આવી એક વ્યક્તિને ધારીયાની પુઢ વડે, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે.

ગત તા.08મી ઓગષ્ટના રોજ ફતેપુરાના ઝાબપુર્વ ગામે પચોર ફળિયામાં રહેતાં રમણભાઈ ખેમાભાઈ મછાર તથા તેમના પરિવારજનો ઘરે હાજર હતા. તે સમયે તેઓના ઘરે ગામમાં રહેતાં વિનોદભાઈ કાદરભાઈ મછાર, દિનેશભાઈ કાદરભાઈ મછાર, સંજયભાઈ કાદરભાઈ મછાર, શૈલેષભાઈ કાદરભાઈ મછાર, મયુરભાઈ રમેશભાઈ મછાર, સહદેવભાઈ રમેશભાઈ મછાર, જીજ્ઞેશભાઈ ખેમાભાઈ મછાર તથા અંકિતભાઈ જીજ્ઞેશભાઈ મછારનાઓએ પોતાના હાથમાં ધારીયા, લાકડી વિગેરે જેવા હથિયારો સાથે રમણભાઈના ઘરે આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મારી ગાડી કેમ હટાવી પાડી દીધેલ, તેમ કહેતાં રમણભાઈએ ગાળો બોલવાની ના પાડતાં ઉપરોક્ત આઠેય ઈસમો એકદમ ઉશ્કેરાઈ જઈ મિનેશભાઈને ધારીયાની પુઠ વડે, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી મિનેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ મારી નાંખવાની ધમકીઓ આપી નાસી જતાં આ સંબંધે રમણભાઈ ખેમાભાઈ મછારે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.