ફતેપુરાના વટલી ગામે 22 વર્ષિય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

દાહોદ,દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વટલી ગામે એક 22 વર્ષિય યુવકે અગમ્યકારણોસર ઝાડ પર રૂમાલ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ગત તા.27મી જાન્યુઆરીના રોજ ફતેપુરા તાલુકાના વટલી ગામે બામણીયા ફળિયામાં રહેતાં 22 વર્ષિય ઘનશ્યામભાઈ રમેશભાઈ બામણીયાએ પોતાના ગામમાં આવેલ એક આંકલના ઝાડ પર લાલ રંગના રૂમાલ વડે ગળે ફાંસો ખાઈ અગમ્યકારણોસર આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ સ્થાનીક ગ્રામજનો તેમજ પરિવારજનોને થતાં તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.

આ સંબંધે રમેશભાઈ જવતાભાઈ બામણીયાએ ફતેપુરા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.