દાહોદ,
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે ચાંદલાવિધીના પૈસા ઓછા પડવા બાબતે ચાર ઈસમોએ ભેગા મળી બે જણાને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.21મી નવેમ્બરના રોજ ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે સ્ટેશન ફળિયામાં રહેતાં વિનોદભાઈ વીરાભાઈ પારગી તથા તેમની સાથે અનીલભાઈ એમ બંન્ને જણા ગામમાં ચાંદલા વિધી હોય ચાંદલાવિધીમાં ગયાં હતા. ત્યાં અનીલ ચાંદલાવિધીના પૈસા ગણતાં હતા, જ્યાં પૈસાની ગણતરીમાં 4000 રૂપીયા ઓછા પડતાં ગામમાં રહેતાં ઈનેશભાઈ વિરાભાઈ પારગી, સતીશભાઈ બચુભાઈ પારગી, નીલેશભાઈ દિનેશભાઈ પારગી અને દિનેશભાઈ વિરાભાઈ પારગીનાઓએ વિનોદભાઈ અને અનીલભાઈને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો ચાંદલાવિધીના 4,000 રૂપીયા ખાઈ ગયાં છો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ વિનોદભાઈને અને અનીલભાઈને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ સંબંધે ઈજાગ્રસ્ત વિનોદભાઈ વીરાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.