ફતેપુરાના સુખસર ગામે છોકરીના લગ્ન બાબતે ત્રણ ઈસમોએ ધીંગાણું મચાવી એક વ્યકિતને મારમારતાં ફરિયાદ

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે છોકરીના લગ્ન બાબતે ત્રણ જેટલા ઈસમોએ એકસંપ થઈ એક વ્યક્તિને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.

ગત તા.16મી જુલાઈના રોજ ફતેપુરાના સુખસર નગરમાં રહેતાં સંજયભાઈ રાસીંગભાઈ સંગાડા, વીરસીંગભાઈ કનુભાઈ સંગાડા અને પ્રદિપભાઈ લીમસીંગભાઈ સંગાડાનાઓએ એકપંસ થઈ પોતાના હાથમાં લાકડીઓ લઈ પોતાના ગામમાં રહેતા લસુભાઈ ભુરસીંગભાઈ હઠીલાના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તારી છોકરીના લગ્ન લુણાવાડા કેમ કરી આપ્યાં, તેમ કહી ઝઘડો તકરાર કરતાં લસુભાઈએ ગાળો બોલવાની તેમજ ઝઘડો તકરાર કરવાની ના પાડતાં ઉપરોક્ત ત્રણેય ઈસમો એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલ લાકડીઓ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી લસુભાઈને શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત લસુભાઈ ભુરસીંગભાઈ હઠીલાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.