ફતેપુરા, ફતેપુરા તાલુકાના સુખસર પંચાલ ફળિયાથી બી.એડ કોલેજ તરફ જતા રસ્તા ઉપર સ્થાનિક લોકોના ધર વપરાશના પાણી રસ્તા ઉપર રેલાતા વાહનચાલકો તથા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
જેમાં ખાસ કરીને શાળા-કોલેજોમાં જતા વિધાર્થીઓને અવર જવર કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. આસપાસમાં વસવાટ કરતા સ્થાનિક લોકોના ધર વપરાશના આ પાણી રસ્તા ઉ5ર રેલાતા માખી-મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે. જેના લીધે મચ્છરજન્ય રોગોે પગ પેસારો કરે તે પહેલા પંચાલ ફળિયાથી શાળા તથા બી.એડ કોલેજ તરફ જતા રસ્તાની સાઈડમાં વસવાટ કરતા સ્થાનિક લોકોના ધર વપરાશના પાણીના નિકાલ માટે ગટરલાઈન બનાવે તેવી સ્થાનિક રહિશો સહિત શાળા-કોલેજોમાં જતા વિધાર્થીઓ અને રાહદારીઓની માંગ ઉઠવા પામી છે. આ બાબતે તાત્કાલિક ઘ્યાન આપી લાગતા વળગતા તંત્ર દ્વારા ધર વપરાશના રસ્તા ઉપર રેલાતા પાણીનો નિકાલ માટે ગટરલાઈનની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠવા પામી છે.