
દાહોદ,
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે સાલરા ગામે આગ લાગવાનો કિસ્સો પ્રકાશ માં આવ્યો હતો. અગમ્ય કારણોસર લાગેલ આગમાં ઘરમાં રહેલી ઘર વખરી સહીત રોકડ રકમ અને અનાજ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. જેમાં મકાન માલિકની હજારો રૂપિયાનુ નુકસાન પહોંચ્યું હતું.
ફતેપુરા તાલુકાના સાલરા ગામે રહેતા સુરેશભાઈ દુળાભાઈ ના મકાન માં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી. ઘરમાં રહેલ ઘરવખરીનો સમાન અનાજ તેમજ રોકડ રકમ બળીને ખાખ થઈ જતા મકાન માલિકને હજારો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ ગામ લોકોને થતા ગામ લોકો આગ ઓલાવવા પાણીનો મારો ચલાવી હતી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.