દાહોદ,દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી પાંચ જેટલા ઈસમોએ એક વ્યક્તિની દુકાનમાં ઘસી આવી બે વ્યક્તિઓને પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.07 ફેબ્રુઆરીના રોજ ફતેપુરા તાલુકાના બારસાલેડા ગામે માળી ફળિયામાં રહેતાં સુરેશભાઈ વિરાભાઈ કટારા, સંજયભાઈ હકલાભાઈ કટારા, પ્રદિપભાઈ મખાભાઈ કટારા, સોમાભાઈ ચીમનભાઈ કટારા અને પીન્ટુભાઈ ચીમનભાઈ કટારાનાઓ પાટલેવ ગામે ચોકડી પાસે આવેલ રાજેશભાઈની દુકાને આવી બેફામ ગાળો બોલતાં હતાં બારસાલેડા ગામે માળી ફળિયામાં રહેતાં પંકજભાઈ ચંપકભાઈ કટારા આવ્યાં હતાં અને ઉપરોક્ત ઈસમોને ઝઘડો તકરાર ન કરવા તેમજ ગાળો બોલવાની ના પાડતાં ઉપરોક્ત પાંચેય ઈસમો એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી પંકજભાઈ તથા રાજેશભાઈની માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયાં હતાં.
આ સંબંધે ઈજાગ્રસ્ત પંકજભાઈ ચંપકભાઈ કટારાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.