ફતેપુરાના પાટડીયા ગામે બુથ નં.175ના મતદારોની જાણ બહાર બુથ બદલાયા

ફતેપુરા,ફતેપુરા તાલુકાના પાટડીયા ગામે આવેલા બુથ નં.175ના મતદારોને સ્થાનિક મતદારો તથા બી.એલ.ઓ.ની જાણ બહાર બુથ નં.174માં ફેરબદલ કરી સમાવેશ કરાતા મતદારોએ નારાજ થઈ આ અંગે તપાસ કરી કાર્યવાહીની માંગ સાથે મામલતદારને રજુઆત કરી હતી.

પાટડીયા ગામે આવેલ ડુંગરા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં મતદાન બુથ નં.175માં કેટલાક મતદારોને બી.એલ.ઓ.તથા મતદારોની જાણ બહાર બુથ નં.174માં તબદીલ કરવાની કાર્યવાહી કરાઈ છે. બી.એલ.ઓ.ની જાણ બહાર એપ્લિકેશન મંજુર કરી આઈડી બનાવીને ઓનલાઈન કરવામાં આવેલ હોવાના આક્ષેપો સાથે મતદારોએ રજુઆત કરતા જણાવ્યુ હતુ કે,કેટલાક મરણ ગયેલ મતદારોના નામો પણ ઓનલાઈન કરવામાં આવેલા છે. બુથ નં.175ના મતદારોને ગેરકાયદે બુથ બદલી અન્યાય કરાયો હોવાની રજુઆત સાથે ફેરબદલ કરવામાં આવેલ બુથની કામગીરી સ્થગિત રાખી આ બુથના મતદારોને સ્થાયી રાખવા માંગ કરાઈ છે.