ફતેપુરા,ફતેપુરાના નાની ઢઢેલી ગામે કુદરતી હાજતે ગયેલા શખ્સ ઉપર દિપડાએ હુમલો કરતા બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવતા દિપડો નાસી ગયો હતો. બનાવ બાદ વનવિભાગે દિપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી.
નાની ઢઢેલી ગામે રહેતા દિનેશભાઈ રંગાભાઈ ભાભોર(ઉ.વ.38)કુદરતી હાજતે ગયા હતા. તે દરમિયાન દિપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દિપડાના અચાનક હુમલાથી ગભરાઈ ગયેલા દિનેશભાઈએ બુમાબુમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. જેથી દિપડો નાસી ગયો હતો. તેમજ દિપડાના હુમલા બાદ ધાયલ શખ્સને ફતેપુરા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયો હતો. જયાં તેમની સારવાર બાદ ધરે રવાના કરાયા હતા. જયારે આ બાબતે ફતેપુરા ફોરેસ્ટ ખાતે જાણ કરાતા વનવિભાગની ટીમે ગામમાં પહોંચી દિપડાને પકડવા પાંજરા મુકવાની કાર્યવાહી શરૂ કરી હતી.