દાહોદ,નાની ઢઢેલી ખાતે રહેતા ભીખાભાઈ વાલાભાઈ ભેદી ધી નાની ઢઢેલી દુધ ઉત્પાદક સહકારી મંડળી લિ.માં ચેરમેન તરીકે કામ કરે છે. પોતાના રહેણાંક મકાનથી આશરે 200 મીટર દુરના અંતરે ડેરીનુ મકાન આવેલુ છે જયાં સવાર-સાંજ પશુપાલકો દુધ ભરવા માટે આવતા હોય છે. દુધ ડેરીમાં કોમ્પ્યુટર સિસ્ટમની આવશ્યકતા હોય આ ડેરીમાં કોમ્પ્યુટર રાખવામાં આવેલુ હતુ. ભીખાભાઈ ભેદી ગત રાત્રે દુધ ડેરીની કામગીરીથી પરવારી ડેરીને તાળા મારી ધરે ગયા હતા. જે બાદ ડેરી ઉપર આવતા બીજા દિવસે આવતા ડેરીના મકાનનુ તાળુ તુટેલી હાલતમાં નજરે પડ્યુ હતુ. આ ડેરીની અંદર રાખવામાં આવેલ કોમ્પ્યુટર, સી.પી.યુ., ઈન્વેટર તથા કી-બોર્ડ જોવા મળેલ નહિ અને જેની તપાસ કરતા ડેરીના તાળા તોડી કોઈ જાણ ભેદુ તસ્કરોએ આ કોમ્પ્યુટર સાધનોની ચોરી કરી હોવા બાબતે પાકી ખાતરી થતાં તેની સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. કોમ્પ્યુટર સાધનોની ચોરી થતાં ડેરીને આશરે રૂ.70 હજારનુ નુકસાન પહોંચ્યુ હતુ. ચોરી બાબતે ડેરીના ચેરમેન ભીખાભાઈ ભેદીએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે તાત્કાલિક દુધ ડેરી ઉપર જઈ તપાસ હાથ ધરી અજાણ્યા તસ્કરોની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની અને આ ચોરીમાં સંડોવાયેલા તસ્કરોનુ પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરી હતી.