ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ગામે રહેતા સુભાષભાઈ મંગળાભાઈ તાવિયાડનાઓના સર્વે નંબરમાં વર્ષ-2021માં એનઆરજી યોજના હેઠળ કુવો મંજુર કરવામાં આવ્યો હતો. આ કુવાની મંજુરી મળતા લાભાર્થીઓએ કુવાની કામગીરી ચાલી કરી હતી. અને કુવાની મંજુરી મળી છે. અને નાણાં આવશેની આશામાં ને આશામાં 45 ફુટ જેટલી ઉંડાઈનો કુવો ખોદકામ કર્યો હતો. જેને પ્લાસ્ટર કરી પુર્ણ કરી દેવામાં આવ્યો હતો. ત્યાં સુધી આ કુવા માટે મંજુર થયેલા નાણાં નહિ મળતા લાભાર્થીને ફતેપુરા તાલુકા એનઆરજી શાખાનો સંપર્ક કર્યો હતો. ત્યારે લાભાર્થીને જાણવા મળેલ કે, આ કુવાના મંજુર થયેલ પુરેપુરા નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે. જેથી લાભાર્થીએ જે તે ખાતેદારોના નામે નાણાં આવેલ તેના મસ્ટરો કઢાવતા ગામના જ અને ગેરરિતી આચરનાર લોકોના માણસોના ખાતામાં આ નાણાં નંખાવી ઉપાડી લેવામાં આવ્યા હોવાની જાણ થઈ હતી. જેથી લાભાર્થી સુભાષભાઈ મંગળાભાઈ તાવિયાડે પોતાના જ કુટુંબી એવા ત્રણ ઈસમોની વિરુદ્ધમાં નાણાં ઉપાડી લેનાર ઈસમો પાસેથી નાણાં રિકવર કરી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ આ નાણાં કોના કોના મેળાપીપણાથી ઉપાડવામાં આવ્યા છે તેની તટસ્થ તપાસ કરવા સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનુ જાણવા મળેલ ર્છેીં