ફતેપુરાના મોટી શેરો ગામે 0 થી 5 વર્ષના બાળકોના આધારકાર્ડ કેમ્પનું આયોજન

દાહોદ,

કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ 0 થી 5 વર્ષના બાળકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં જઈને બાળકોને આધાર કાર્ડ મળી રહે તે હેતુથી આઈ.સી.ડી.એસ શાખાના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી શેરો ગામ ખાતે 0 થી 5 વર્ષના બાળકોના આધારકાર્ડ કાઢવા માટે આજ રોજ તા.08/02/2023 Aadhaar Mega Camp નું આયોજન કરવામાં આવેલ.

જે Aadhaar Mega Camp માં 0 થી 5 વર્ષના બાળકોના કુલ 90 આધાર કાર્ડ કાઢવામાં આવેલ છે. જેમાં ફતેપુરા તાલુકાના સંકલિત બાળ વિકાસ અધિકારીઓ અને મુખ્ય સેવિકા, આંગણવાડી વર્કર અને આધાર નોધણી ઓપરેટર દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ હતું.