દાહોદ,
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી નાદુકણ ગામે વાસ્તુ પુજનમાં આવેલ બે સગા ભાઈઓએ એક યુવકને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાને પગલે પોલીસે બંન્ને ભાઈઓને ઝડપી પાડી કોર્ટમાં રજુ કરતાં બંન્ને ભાઈઓના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યાનું જાણવા મળે છે.
ગત તા. 16 જાન્યુઆરીના રોજ રાત્રિના 10.30 કલાકે મોટી નાદુકણ ગામે માનસિંગભાઈ ખેમાભાઈ ડામોરના વાસ્તુ પુજન વિધિના પ્રસંગમા આવેલા એક અઢાર વર્ષે યુવક રઘુનાથ તેરસિંગભાઈ ડીંડોરને વાસ્તુ પુજનમાં આવેલ મોટી નાદુકણ ગામના બે આરોપી સામો મહેશભાઈ ભાથીભાઈ ડીંડોર મહેન્દ્રભાઈ ભાથીભાઈ ડીંડોર એક સંપ થઈ ચપ્પુ વડે એમ કુલ ત્રણ જીવલેણ ઘા મારી ઉપરા ઉપરી ગળાના ભાગે એક અને શરીરે ભાગે બે ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી રઘુભાઈ તેરસીંગભાઈ ડિંડોરને સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું આ ઘટનાને સંદર્ભે ફતેપુરા પોલિસ સ્ટેશનમાં કલમ 302,114 તથા જીપી એક્ટ 135 મુજબનો ગુનો નોંધી રજીસ્ટર કરી આરોપીઓને પકડી પાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પીએસઆઈ જી.કે. ભરવાડને અંગત ચોક્કસ બાતમીદારો અનેવ ટેકનિકલ્સ સોર્સના આધારે ગણતરીના દિવસોમાં આરોપીઓ સુધી પહોંચીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓને કોર્ટમાં રજુ કરીને ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ રાખવામાં આવ્યા છે.