ફતેપુરાના મારગાળા ગામે પંચાણુ કરવા મામલે ઝધડામાં ચાર વ્યકિતઓને માર મારતા ઈજાઓ

દાહોદ, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળા ગામે પંચાણું કરવા મામલે થયેલ ઝઘડા તકરારમાં ચાર જેટલા ઈસમોએ મારક હથિયારો વડે ચાર વ્યક્તિઓને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગત તા.27મી મેના રોજ ફતેપુરા તાલુકાના મારગાળા ગામે નાનીપચોર ફળિયામાં રહેતાં ભરતભાઈ દામાભાઈ ભાભોર તથા તેમના પોતાના કુંટુંબના રમસુભાઈ કમજીભાઈ ભાભોરના ઘરે પંચાણામાંથી પોતાના ઘરે જતાં હતાં તે સમયે તેઓના ગામમાં રહેતાં બિજલભાઈ ધનાભાઈ, મનિષભાઈ તેરસીંગભાઈ, વિક્રમભાઈ હકુભાઈ, હકુભાઈ રાણજીભાઈ તમામ જાતે ભાભોરનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાના હાથમાં મારક હથિયારો ધારણ કરી ભરતભાઈ તથા તેમના પરિવારજનો પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો મોટા આગેવાન થઈ ગામમાં પંચાણું કરો ચો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લાકડી વડે, કુહાડીની મુદર વડે, ભરતભાઈને, કમજીભાઈને, ભુરસીંગભાઈને અને અનિલભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી, લોહી લુહાણ કરી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત ભરતભાઈ દામાભાઈ ભાભોરે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.