ફતેપુરા તાલુકામાં લખણપુરના માતા ફળિયા ખાતે મોટરસાયકલ ચાલકે પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં ઉભેલા એક 35 વર્ષિય યુવાનને અડફેટમાં લેતા માથામાં તથા પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનુ મોત નીપજયું હતુ.
ફતેપુરા તાલુકાના લખણપુર ગામના માતા ફળિયા ખાતે રોમીતભાઈ રમસુભાઈ ગરાસીયા ખેતીવાડી તથા છુટક કામ ધંધો કરી ધરનુ ગુજરાન ચલાવતા હતા જેઓ પોતાના ધર પાસેથી પસાર થતાં ગરાડુથી સુખસર જતાં માર્ગની સાઈડમાં ઉભા હતા તે સમયે મોટરસાયકલ ગફલતભરી રીતે હંકારી લાવી રોમીતભાઈ ગરાસિયાને અડફેટમાં લેતા માથામાં તથા પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ.
જયારે મોટરસાયકલ ચાલક સતીશભાઈ રાજુભાઈ ચારેલ તથા પાછળ બેઠેલા તેના ભાઈ સુનીભાઈ રાજુભાઈ ચારેલ બંને રોડ ઉપર પટકાતા બંનેને ઓછીવત્તી ઈજાઓ પહોંચી હતી.તેમાં સુનીલભાઈ ચારેલને શરીરે તથા માથાના ભાગે ફ્રેકચર થયુ હતુ. આ બંને ઈજાગ્રસ્તોને 108 મારફતે ઝાયડસ હોસિપટલ દાહોદ ખાતે ખસેડાયા હતા.ઉપરોકત અકસ્માત સંદર્ભે રમેશભાઈ ખેતાભાઈ ગરાસીયાનાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મોટરસાયકલ ચાલક સતીશભાઈ રાજુભાઈ ચારેલની વિરુદ્ધમાં અકસ્માત મોત અન્વયે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.