ફતેપુરાના લખણપુરા ગામ પાસે રાજસ્થાન થી ગુજરાત આવતી સિમેન્ટ ભરેલ ટ્રક પલ્ટી જતાં કલીનરનું મોત

દાહોદ,

ફતેપુરા તાલુકાના ઝાલોદ થી સંતરામપુર જતા માર્ગ ઉપર લખણપુર ગામે ટેકરી પાસે ગત સમયમાં 25 જેટલા વાહનો પલટી મારવાના બનાવો બની ચૂકેલા છે. તેમાં અનેક લોકો ઇજાઓના શિકાર પણ બની ચૂકેલા છે. જ્યારે આજરોજ સવારના પાંચેક વાગ્યાના અરસામાં લખણપુર ગામે આજ જગ્યાએ રાજસ્થાનના બાસવાડા થી સિમેન્ટ ભરી ગુજરાત તરફ આવતી એક ટ્રક પલટી મારતા ટ્રકના કલિનરનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. જ્યારે ચાલકને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક દાહોદ દવાખાનામાં સારવાર એક ખસેડવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળે છે.

આજરોજ સવારના બાસવાડા થી સિમેન્ટ ભરી ગુજરાત તરફ આવી રહેલ ટ્રક બાંસવાડા થી સિમેન્ટ ભરી ગુજરાત તરફ આવી રહી હતી. તેવા સમયે સવારના પાંચેક વાગ્યાના ઝાલોદ થી સંતરામપુર તરફ જતા હાઇવે માર્ગ ઉપરથી આ ટ્રક પસાર થઈ રહી હતી. તેવા સમયે લખનપુર ગામે ટેકરી પાસે ડ્રાઇવરને ઝોકુ આવી જતા ટ્રક ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી. ત્યારે આ ટ્રકના કલીનર ચરપોટા સુરેશભાઈ ભાલીયાભાઈ (ઉંમર વર્ષ આશરે 25 ) નાઓને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળેજ તેનું કમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. જ્યારે આ ટ્રકના ડ્રાઇવર પવનલાલને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક દાહોદ દવાખાનામાં સારવાર માટે મોકલવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. હાલ ચાલક બેહોશ હાલતમાં હોય વધુ વિગતો જાણવા મળેલ નથી. સિમેન્ટ ભરેલ ટ્રકે પલટી મારતાં ટ્રકમાંથી સિમેન્ટ બહાર ફેકાઈ ગઈ હતી અને આજરોજ સવારના ગાજવીજ સાથે આવેલ વરસાદના કારણે સિમેન્ટ ભીંજાઈ જતા સિમેન્ટને પણ નુકસાન પહોંચવા પામેલ હોવાનું જાણવા મળે છે. ઉપરોક્ત અકસ્માત સંદર્ભે સુખસર પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈ મૃતક કંડકટર સુરેશભાઈ ચારપોટાની લાશનો કબજો મેળવી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જ્યારે મૃતકના પરિવારજનો પણ સુખસર પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા. પોલીસે આ અકસ્માત સંદર્ભે ચાલકની સામે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.