દાહોદ,દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના કચલધરા ગામે દિપડાનો આતંક વધવા માંડ્યો છે. ચોવીસ કલાકની અંદર દિપડાએ ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કરતાં ત્રણેય ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હોવાનું તેમજ દિપડાના આતંકને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ફતેપુરા તાલુકાના કચલધરા ગામે દિપડાના આતંકને પગલે સ્થાનીક લોકોનું સાંજના સમય બાદ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. દિપડાને આતંકને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે દિપડાએ ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કરતાં ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. કચલધરા ગામે રાત્રિના સમયે ઘરની બહાર લઘુશંકા કરવા નીકળેલ વ્યક્તિ ઉપર દિપડાએ ઓચિંતો હુમલો કરતાં બુમાબુમ થઈ ગઈ હતી. દિપડાના ચંગુલમાંથી વ્યક્તિને છોડવવા તેનો ભાઈ દોડી ગયો હતો અને થોડીવારમાં ગ્રામજનોમાં પણ દોડી આવતાં દિપડના ચંગુલમાંથી વ્યક્તિને છોડવ્યો હતો. દિપડાના હુમલાને પગલે વ્યક્તિને શરીરે,હાથે પગે ઈજાઓ પહોંચી હતી. ત્યારે દિપડાના હુમલામાં વધુ બે વ્યક્તિઓને પણ શરીરે ઈજાઓ થવા પામી હતી. જેમાં કચલધરા ગામે નિશાળ ફળિયામાં નીલ ગાયને ખેતરમાંથી ભગાવવા જતાં વૃધ્ધ ઉપર તેમજ ત્યાર બાદ મોટરસાઈકલ પર જઈ રહેલા વ્યક્તિ ઉપર દિપડાએ હુમલો કરતાં બંન્ને શરીરે, હાથે પગે ઈજાઓ થવા પામી હતી. આમ, ત્રણેય વ્યક્તિઓ ઉપર દિપડાએ હુમલો કરતાં ત્રણેયને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. ગ્રામજનોમાં દિપડાના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે આ અંગેની જાણ સ્થાનીક વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓને થતાં તેઓ ગામમાં અને જંગલ વિસ્તારમાં દિપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દિપડાને પાંજરે પુરવા માટે વન વિભાગની ટીમ દ્વારા પાંજરા પણ મુક્યાં છે.